India Fights Corona, 12 August 2021: દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave)ના ડરની વચ્ચે કોવિડ રસીકરણ અભિયાન (Covid Vaccination Campaign)માં રોજ સરેરાશ 40 લાખથી વધુ લોકોનું વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. બુધવાર સાંજ સુધીમાં 52 લાખ 36 હજારથી વધુ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. રાહતની વાત એ છે કે કોરોના સંક્રમિત થતા લોકોની સામે રિકવરી રેટ (Covid Recovery Rate)માં પણ સુધારો આવ્યો છે જેથી રોજ મૃત્યુ પામતા દર્દીઓની સંખ્યા 500ની અંદર રહે છે.
ગુરૂવાર સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 41,195 નવા (Corona Cases in India) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 490 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,20,77,706 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 52,36,71,019 લોકોને કોરોના વેક્સીન (Covid19 Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે. મંગળવારના 24 કલાકમાં 44,19,627 કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic) સામે લડીને 3 કરોડ 12 લાખ 60 હજાર 50 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 39,069 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ભારતમાં હાલ રિકવરી રેટ 97.45 ટકા છે. હાલમાં 3,87,987 એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 4,29,669 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
દેશમાં હાથ ધરવામાં આવતા કોરોના સેમ્પલ ટેસ્ટિંગ (Corona Sample Testing)ની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ જાહેર કરેલા આંકડાઓ મુજબ, 11 ઓગસ્ટ, 2021 સુધીમાં ભારતમાં કુલ 48,73,70,196 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના 24 કલાકમાં 21,24,953 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
બીજી તરફ, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 16 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ પાંચમા દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજ્યમાં હાલ 194 એક્ટિવ કેસ છે અને 3 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 7, સુરત શહેરમાંથી 3, વડોદરા શહેરમાંથી 3, ગીર સમોનાથ, જામનગર કોર્પોરેશન, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 27 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી.
આ પણ વાંચો, ISRO EOS-3 Launch News: ISROથી ક્યાં થઈ ચૂક? જાણો કયા કારણોથી નિષ્ફળ થઈ ગયું મિશન EOS-3 ગુજરાતમાં બુધવાર સાંજે 5 વાગ્યા સુધીમાં 3,24,168 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,79,56,872 પર પહોંચી ગયો છે. રાજ્યમાં બુધવારે 63 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 10172 હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45થી વધુ ઉંમરના 34610 લોકોને પ્રથમ ડોઝ, 45થી વધુ ઉમરના 159960 લોકોને બીજો ડોઝ. 18-45 સુધીના 93,157 લોકોને પ્રથમ ડોઝ તથા 18 થી 45 વર્ષ સુધીના 26,206 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર