Covid-19 India: દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, 24 કલાકમાં 58,097 નવા કેસ, 15,389 રિકવરી, 534નું મૃત્યુ
Covid-19 India: દેશમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, 24 કલાકમાં 58,097 નવા કેસ, 15,389 રિકવરી, 534નું મૃત્યુ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં covid-19ના 58,097 નવા કેસ નોંધાયા.
Covid-19 India Update: ભારતમાં છેલ્લા 24 કલાકમાં covid-19ના 58,097 નવા કેસ નોંધાયા. આ દરમ્યાન 15,389 લોકો સાજા થયા અને 534 લોકોનું મૃત્યુ થયું હતું. હાલમાં દેશભરમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 4.18% છે.
નવી દિલ્હી. ભારતમાં (Coronavirus in India) છેલ્લા 24 કલાકમાં covid-19ના 58,097 નવા કેસ નોંધાયા. આ દરમ્યાન 15,389 લોકો સાજા થયા અને 534 લોકોનું મૃત્યુ થયું. હાલમાં દેશભરમાં ડેઈલી પોઝિટિવિટી રેટ 4.18% છે. નવા દર્દીઓની સંખ્યા ઉમેરતા કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશમાં હાલ 2 લાખ 14 હજાર 4 એક્ટિવ કેસ છે. તો અત્યારસુધીમાં 3 કરોડ 43 લાખ 21 હજાર 803 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. આ સાથે કોવિડથી મૃત્યુ પામનારાની સંખ્યા 4 લાખ 82 હજાર 551 થઈ ચૂકી છે.
જણાવી દઈએ કે 199 દિવસોમાં સૌથી વધુ નવા કેસ મળી આવ્યા છે અને 192 દિવસોમાં પહેલી વખત નવા કેસની સંખ્યા 50 હજારને પાર થઈ છે. તો 81 દિવસમાં પહેલી વાર 2 લાખથી વધુ સક્રિય કેસ છે, જે 85 દિવસમાં સૌથી વધુ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, મહારાષ્ટ્રમાં 18,466, પશ્ચિમ બંગાળમાં 9,073, દિલ્હીમાં 5,481 નવા કેસ નોંધાયા છે.
તમામ 34 રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં છેલ્લા 7 દિવસ અને તે પહેલાંના 7 દિવસમાં નોંધાયેલા નવા કેસ વચ્ચે 316%નો તફાવત છે, જે વિશ્વની સરેરાશ 82% કરતાં ઘણો વધારે છે.
આ દરમિયાન મંગળવારે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે કોવિડ-19ના લગભગ 5,500 નવા કેસ નોંધાયા અને સંક્રમણ દર 8.5 ટકા નોંધાયો હતો. તેમણે ઉમેર્યું કે, કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વીકેન્ડ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તેને લોકડાઉન તરીકે ન લેવામાં આવે. જૈને પત્રકારોને જણાવ્યું કે નિષ્ણાતોનું કહેવું છે કે દિલ્હીમાં કોવિડ-19ના વધતા કેસ માટે મુખ્યત્વે કોરોના વાયરસનું નવું સ્વરૂપ 'ઓમિક્રોન' જવાબદાર છે.
જૈને કહ્યું કે સોમવારે દિલ્હીમાં કોવિડ-19ના 4,099 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 6.46 ટકા હતો. તો એક દર્દીનું પણ મોત થયું હતું. તેમણે કહ્યું કે કેસ વધી ગયા છે અને મંગળવારે કોવિડ-19ના લગભગ 5,500 નવા કેસ નોંધાયા અને સંક્રમણ દર 8.5 ટકા રહ્યો.
બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઉછાળા વચ્ચે સરકાર આજે કડક પ્રતિબંધો જાહેર કરી શકે છે. સરકાર સિનેમા હોલ, પબ્લિક ટ્રાન્સપોર્ટ, મોલ અંગે પણ કેટલાક નવા નિયમો લાવી શકે છે.
ભારતમાં મંગળવારે રસીકરણના મોરચે 96 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા. બુધવારે 96.43 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જેથી કુલ સંખ્યા 1 અબજ 47 કરોડ 72 લાખ થઈ ગઈ છે. તો 18થી વધુ વયમાં 85.11 લાખને બુધવારે પ્રથમ ડોઝ અને 32.71 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. બુધવારે 15-18 એજગ્રુપમાં 40.90 લાખને રસીનો ડોઝ મળ્યો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર