CoronaVirus : વિશ્વના આ દેશની ચારેકોર બોલબાલા, લૉકડાઉન વગર જ કોરોના કાબુમાં રાખ્યો

આ દેશમા લોકોની સંસ્કૃતિ કોરોના સામે લડવામાં કારગર નીવડી છે.

હાઈજીન,સોશયલ ડિસ્ટન્સ અને માસ્કથી આ દેશે પોતાની સંસ્કૃતિ માં સમાવી અને કોરોના સામેનો જંગ જીતી લીધો છે.

  • Share this:
અમદાવાદ : આખું વિશ્વ જ્યારે કોરોનાં નાં ભરડામાં આવી ગયું છે ત્યારે ઍક દેશ એવો છે જેને lockdown વગર જ કોરોનાં ને કાબુ માં રાખેલ છે. કોરોનાં યુગ નો ભારત માં અંત આવે પછી આપણે પણ આ દેશ ની સંસ્કૃતિ જો અપનાવીસું તો ફરી ક્યારેય lockdown ની જરુર નહીં પડે. એ દેશ ની સંસ્કૃતિ અને રોજીદુ જીવન જ એવું છે કે કોરોનાં શુ બીજી કોઈ બીમારી પણ થાય નહીં.હાં એ દેશ છે જાપાન. જાપાન માં 29 માર્ચ સુધી 1700 કેસ નોંધાયેલ છે જેમાંથી 65 વ્યક્તિ નાં મોત્ત થયા છે .

પણ નવાઈ ની વાત એ છે કે 975 દર્દી સાજા થઈ ગયાં છે અત્યાર સુધી. હવે જાણો જાપાન કોરોનાં નાં હાથ માં કેમ નથી આવી રહ્યુ. જાપાન ની સંસ્કૃતિ માં માં અભિવાદન ઝુકી ને કરવામાં આવે છે એટ્લે હાથ મિલાવવાં નું આવતું નથી એટ્લે ઇંફેંકશન થવાનું મોટુ કારણ છે ત્યાં પુર્ણ વિરામ મુકાઈ ગયું.

બીજુ ત્યાં માસ્ક નો ઉપયોગ રોજિંદા જીવન માં કરવું એ સામન્ય છે. પ્રદૂષણથી બચવા માટે જાપાનીઝ લોકો માસ્ક વગર ઘર બહાર નીકળતા પણ નથી એટ્લે શ્વાસ દ્રારા ફેલાવાનો ડર પણ ઓછો છે.જાપાનીઝ ટેકનોલોજી માં જેટલા આગળ છે એટલાં એમનાં ખોરાક અને રહેણી કારણી માં પણ છે.

આ પણ વાંચો :  Coronavuirus : વાહ રે દાતારી! લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ કોરોના ફંડમાં આજીવનની બચત દાન કરી

તેઓ હેલ્થી ખોરાક પર ભાર મુકે છે અને ત્યાં નાં પબ્લિક ટોયલેટ માં પણ સેનીટાઇઝર અને હેન્ડ વોશ મુકેલ હોય છે. જનતા આટલી હદે સ્વચ્છતા આગર્હુ છે કે ટોયલેટ વાપર્યા પાછી સીટ ને automatic સાફ કારી સકાય એવી ટેકનોલોજી વિકસાવી છે. આજ કારણોસર એમની સંસ્કૃતિ એમને કોરોનાં સામે બચાવી રહી છે અને વિશ્વ પણ અચંબિત છે.હવે જ્યારે આ કોરોનાં નામ નો રાક્ષસ  આપના ઘરમાં પણ ઘર કરી જાય તે પહેલાં જાપાનીઝ ની રોજિંદી આદત અને સંસ્કૃતિનું પાલન કરવાનું ચાલુ કરો.
Published by:Jay Mishra
First published: