Home /News /national-international /CDS Bipin Rawat Helicopter crash: દુર્ઘટના પછી પ્રત્યક્ષદર્શીનો CDS બિપિન રાવતને જોયા હોવાનો દાવો, કહ્યું- તે મારી પાસે પાણી માંગી રહ્યા હતા
CDS Bipin Rawat Helicopter crash: દુર્ઘટના પછી પ્રત્યક્ષદર્શીનો CDS બિપિન રાવતને જોયા હોવાનો દાવો, કહ્યું- તે મારી પાસે પાણી માંગી રહ્યા હતા
એક પ્રત્યક્ષદર્શીએ ચોંકાવનારો ખુલાસો કર્યો
Bipin Rawat Last Moment - પ્રત્યક્ષદર્શી શિવકુમારે કહ્યું- તે નીલગિરીના પહાડીયો પર પોતાના ભાઈને મળવા ગયો હતો. જે ચા ના બગીચા પર કામ કરે છે. ત્યારે તેણે જોયું કે એક હેલિકોપ્ટર જેમાં આગ લાગેલી હતી અને તે નીચે પડી રહ્યું હતું
નવી દિલ્હી : બુધવારે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ (Coonoor Helicopter crash) થતા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત (CDS Bipin Rawat) અને તેમની પત્ની મધુલિકા રાવત (Madhulika Rawat)સહિત 13 લોકો શહીદ થયા છે. આ દુર્ઘટનાને લઈને તપાસ શરુ થઇ ગઈ છે અને આ મામલે ઘણી બધી વાતો સામે આવી રહી છે. હેલિકોપ્ટર દુર્ઘટના પછી ઘણા લોકો સામે આવ્યા છે જે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને તેમાં ઘણા લોકોએ સીડીએસ બિપિન રાવતને (Bipin Rawat Last Moment)જોયા હતા. એક પ્રત્યક્ષદર્શીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એનડીટીવીને આપેલા ઇન્ટરવ્યૂમાં વ્યક્તિએ દાવો કર્યો છે કે તેણે બિપિન રાવતને જોયા હતા પણ તે તેમને ઓળખી શક્યા ન હતા. તેમણે કહ્યું કે તે ખરાબ રીતે ઇજાગ્રસ્ત હતા અને પાણી માંગી (Bipin Rawat was asking for water)રહ્યા હતા.
હેલિકોપ્ટરમાં આગ લાગેલી હતી અને તે નીચે પડી રહ્યું હતું
પ્રત્યક્ષદર્શી શિવકુમારે કહ્યું કે તે નીલગિરીના પહાડીયો પર પોતાના ભાઈને મળવા ગયો હતો. જે ચા ના બગીચા પર કામ કરે છે. ત્યારે તેણે જોયું કે એક હેલિકોપ્ટર જેમાં આગ લાગેલી હતી અને તે નીચે પડી રહ્યું હતું. શિવકુમારે કહ્યું કે વિસ્તારમાં પહોંચવું ઘણું મુશ્કેલ હતું. આ દરમિયાન તેણે જોયું કે હેલિકોપ્ટરથી સળગતી ત્રણ બોડી નીચે પડી હતી. જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા તો તેણે જોયું કે બે બોડી હેલિકોપ્ટર બહાર પડી હતી. બન્ને બોડી ખરાબ રીતે સળગી ગઈ હતી.
શિવકુમારે જણાવ્યું કે તેમને ઓળખવા મુશ્કેલ હતા. એક વ્યક્તિ જિવિત હતો, અમે લોકોએ તેમને કહ્યું કે બધુ ઠીક થઇ જશે અમે લોકો મદદ માટે આવ્યા છીએ. તે વ્યક્તિએ અમારી પાસે પાણી પીવા માટે માંગ્યું હતું જોકે અમારી પાસે આપવા માટે પાણી ન હતું. આ પછી એક ટીમ તેમને લઇને નીકળી ગઈ હતી. પછી જ્યારે મને ફોટો દેખાડવામાં આવ્યો તો અમને ખબર પડી કે તે સીડીએસ બિપિન રાવત હતા જે અમારી પાસે પાણી માંગી રહ્યા હતા.
આ ઘટના પછી શિવકુમાર ઘણા પરેશાન થઇ ગયા હતા. તેમણે કહ્યું કે મને એ વાતનો ઘણો આઘાત લાગ્યો હતો કે રાત્રે ઉંઘી શક્યો ન હતો. જે વ્યક્તિએ દેશની સેવા માટે આખું જીવન લગાવી દીધું તેમને અંતિમ સમયમાં પીવા માટે પાણી પણ ના મળી શક્યું. તે વિચારીને આખી રાત ઉંઘી શક્યો ન હતો. જ્યારે મેં જોયા ત્યારે તે જીવિત હતા કાશ તેમના માટે કશું કરી શક્યો હોત.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર