અલાહાબાદ હાઈકોર્ટનો મહત્ત્વનો આદેશ- ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન વૈધ નહીં

ફાઇલ તસવીર

હાઈકોર્ટે વિપરીત ધર્મના વિવાહિત યુગલની અરજી રદ કરતા અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે.

  • Share this:
    પ્રયાગરાજ: અલાહાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) ધર્મ પરિવર્તન અંગે મહત્ત્વનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટે પોતાના મહત્ત્વના ચૂકાદામાં કહ્યુ છે કે ફક્ત લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન વૈધ નથી. હાઈકોર્ટે વિપરીત ધર્મના વિવાહિત યુગલની અરજી રદ કરતા અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. અરજીકર્તાએ પરિવારના લોકોને તેમના શાંતિપૂર્ણ લગ્નજીવનમાં હસ્તક્ષેપ કરવા માટે રોક લગાવવાની માંગ કરી હતી. કોર્ટે આ કેસમાં હસ્તક્ષેપ કરવાની ઇન્કાર કરી દીધો છે.

    અલાહાબાદ હાઈકોર્ટે અરજીકર્તાઓને સંબંધિત મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવાની છૂટ આપી છે. મુઝફ્ફર નગર જિલ્લાના વિવાહિત જોડાએ પરિવારના લોકોને પોતાના શાંતિપૂર્ણ વિવાહિત જીવનમાં હસ્તક્ષેપ કરતા રોકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, કોર્ટે આ અરજીને રદ કતી દેતા આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

    આ પણ વાંચો:

    લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નહીં

    આ આદેશ ન્યાયાધીશ એસ.સી. ત્રિપાઠીએ પ્રિયાંશી ઉર્ફે સમરીન તેમજ અન્ય અરજીકર્તાની અરજી પર આપ્યો છે. કોર્ટે કહ્યું કે એક અરજીકર્તા મુસ્લિમ તો અન્ય હિન્દુ છે. છોકરીએ 29 જૂન, 2020ના રોજ હિન્દુ ધર્મ સ્વીકાર કર્યો હતો અને એક મહિના બાદ 31 જુલાઈના રોજ લગ્ન કરી લીધા હતા. કોર્ટે કહ્યું કે રેકોર્ડમાં સ્પષ્ટ છે કે લગ્ન કરવા માટે ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. કોર્ટે નૂરજહાં બેગમ કેસનો દાખલો આપ્યો હતો જેમાં કોર્ટે કહ્યું હતું કે ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી.

    આ પણ જુઓ-

    આ કેસમાં હિન્દુ છોકરીઓએ ધર્મ બદલીને મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા. સવાલ એ હતો કે શું હિન્દુ છોકરી ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ છોકરા સાથે લગ્ન કરી શકે છે અને આ લગ્ન વૈધ હશે? કુરાનની હદીસોનો હવાલો આપતા કોર્ટે કહ્યું હતું કે ઇસ્લામ વિશે જાણ્યા વગર, આસ્થા અને વિશ્વાસ વગર ધર્મ પરિવર્તન સ્વીકાર્ય નથી. આ ઇસ્લામની વિરુદ્ધ છે. આ જ નિર્ણયનો હવાલો આપતા કોર્ટે મુસ્લિમથી હિન્દુ બનીને લગ્ન કરનાર અરજીકર્તાને રાહત આપવાનો ઇન્કાર કરી દીધો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published: