ન્યૂઝ 18 ગુજરાતી: લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ ઉત્તર પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે. આજે પ્રિયંકા ગાંધી મા ગંગાના સહારે વોટ માંગવા માટે બોટ લઈને નીકળ્યા હતા. તેમણે પ્રયાગરાજમાં જણાવ્યું હતું કે આજે દેશ સંકટમાં છે એટલે માટે ઘરની બહાર નીકળવું પડ્યું. પ્રિયંકાએ કહ્યું કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા. પાછલા પાંચ વર્ષમાં દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે આ ચૂંટણીમાં રાહુલ ગાંધીને મજબૂત કરવા માટે વોટ આપો.
પૂર્વાંચલના ચૂંટણી પ્રચારે જળમાર્ગે નીકળેલા પ્રિયંકાએ સોમવારે દુમદમા ઘાટે એક નાનકડી સભાને સંબોધીત કરી હતી. તેમણે સભાને સંબોધીત કરી અને રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું, 'મારા ભાઈ રાહુલ ગાંધી જે કહે છે કે કરે છે. તેથી એવી સરકાર બનાવો જે તમારી વાત સાંભળે.'
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ પ્રયાગરાજથી ચૂંટણી અભિયાનની શરૂઆત કરી તેનું નામ ગંગાયાત્રા રાખ્યું છે.
પ્રિયંકા પ્રયાગરાજથી બોટમાં જ યાત્રા કરી વારાણસી જશે. પ્રિયંકાની આ બોટ યાત્રા ત્રણ દિવસમાં 140 કિલોમીટરનો પ્રવાસ ખેડશે.પ્રિયંકા ગાંધી પોતાની આ યાત્રા દરમિયાન બિંદ, કેવટ, મલ્લાહ તેમજ નિષાદ સહિત અનેક જાતિઓને જોડવાનો પ્રયાસ કરશે. ગંગાના કિનારે મુખ્યરીતે આ જ જાતિના લોકો રહે છે. આ લોકો ભાવાત્મક રીતે ગંગા સાથે જોડાયેલા છે. પ્રિયંકા સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજથી પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ યાત્રા જળમાર્ગે થશે. પ્રિયંકા મોટરબોટ પર વિદ્યાર્થીઓના એક પ્રતિનિધિમંડળ સાથે ચર્ચા કરશે. યાત્રા દરમિયાન પ્રિયંકા સરહદ પર શહીદ થયેલા જવાનોના પરિવારના લોકોને પણ મળશે. આનો ઉદેશ્ય એવો સંદેશ આપવાનો છે કે પાકિસ્તાનને જવાબ આપવા માટે લેવામાં આવી રહેલા દરેક પગલાંની સાથે કોંગ્રેસ પાર્ટી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર