નેતાજીની તસવીર પર વ્યર્થ વિવાદ કેમ?

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પરાક્રમ દિવસ તરીકે બે દિવસ પહેલા જ દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી છે.

નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પરાક્રમ દિવસ તરીકે બે દિવસ પહેલા જ દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી છે.

 • Share this:
  (બ્રજેશ કુમાર સિંહ, ગ્રુપ કન્સલન્ટિંગ એડિટર)

  રાષ્ટ્રપતિ ભવનમાં રાખવામાં આવેલા નેતાજી સુભાષચંદ્ર બોઝના (Subhash Chandra Bose) નવી તસવીર પર વિવાદ ઉભો કરવો એ જ નિરાશ માનસિકતાનો ભાગ છે, જેણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતાજીના યોગદાનને ભૂલાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો અથવા  ઓછો આંકવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ હવે દેશ કોઈ ઝાંસામાં આવવાનો નથી, નેતાજીની પરાક્રમની આખી વાર્તા દરેક દેશવાસીની સામે છે, લોકોની જીભે છે.

  નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પરાક્રમ દિવસ તરીકે બે દિવસ પહેલા જ દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવી છે. પરંતુ દેશમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીના એક દિવસ પહેલા કેટલાક લોકોએ નકામા વિવાદને જન્મ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમાં કેટલાક રાજકારણીઓ, બૌદ્ધિજીવી અને પત્રકારો પણ છે. વિવાદ એ વાત પર થઇ રહ્યો છે કે, 23 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પરાક્રમ દિવાસના અવસરે નેતાજીના ફોટાનું અનાવરણ કરવામાં આવ્યું હતું, તે નેતાજીનું નથી, બંગાળી સિનેમાના લોકપ્રિય અભિનેતા પ્રસેનજિત ચેટર્જીનું છે, જે સુભાષચંદ્ર બોઝના જીવનના અંતિમ દિવસો પર બનેલી ફિલ્મ 'ગુમનામી' માં મુખ્ય પાત્ર 'નેતાજી' બન્યા છે.

  બાંગ્લામાં બનેલી ફિલ્મ 'ગુમનામી' 2 ઓક્ટોબર 2019 ના રોજ રીલિઝ થઈ હતી. આને એક વિચિત્ર સંયોગ જ કહેવાય કે, મહાત્મા ગાંધી સાથે વૈચારિક ટકરાવને કારણે જ કૉંગ્રેસના અધ્યક્ષ રહેલા સુભાસચંદ્ર બોઝે પોતાનો કાર્યકાળ પૂરો થતાં પહેલાં જ ત્યાગ પત્ર આપી દીધો હતો અને છેવટે કોંગ્રેસ પણ છોડી હતી, તે જ બાપુના જ જન્મદિવસ પર 'ગુમનામી' રિલીઝ થઇ હતી. આ ફિલ્મ તે મુખર્જી આયોગના રિપોર્ટના આધારે બની જેનું ગઠન તો સુપ્રીમ કોર્ટના આદેશથી વાજપેયી સરકાર દ્વારા 1999માં રચવામાં આવ્યું, પરંતુ કમિશને પોતાનો અહેવાલ 2005માં, જ્યારે મનમોહન સિંહની આગેવાનીમાં યુપીએ સરકાર હતી. જે અહેવાલને મનમોહન સિંહની આગેવાનીવાળી સરકારે 2006માં ખારીજ કરી દીધો, કારણ કે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ મનોજકુમાર મુખર્જીના નેતૃત્વ હેઠળના પંચે પંડિત નહેરુના યુગની સત્તાવાર લાઇનને સ્વીકારી નહીં, જેમા કહેવામાં આવ્યું હતું કે, નેતાજીનું મોત વિમાન દુર્ઘટનામાં થયુ હતુ.


  નેતાજીના મૃત્યુ અંગેનો વિવાદ આજદિન સુધી સમાપ્ત થયો નથી, જે 18 ઓગસ્ટ, 1945ના રોજ શરૂ થયો હતો, જ્યારે એવું કહેવામાં આવ્યું હતું કે, સુભાષચંદ્ર બોઝ જે વિમાનમાં સવાર હતા તે વિમાન તે દિવસે તાઇવાનમાં ક્રેશ થયું હતું, જેના કારણે તે મૃત્યુ પામ્યા હતા. નેતાજીના મૃત્યુના રહસ્યને ઉજાગર કરવા માટે ચાર વખત સત્તાવાર તપાસ કરવામાં આવી હતી, પરંતુ વિવાદ અંત આવ્યો નથી.

  બંગાળી સિનેમાના લોકપ્રિય અભિનેતા પ્રસેનજિત ચેટર્જીએ ગુમનામી ફિલ્મમાં નેતાજીની ભૂમિકા નિભાવી હતી.


  આવી સ્થિતિમાં, કેટલાક લોકો માટે તેમના પોટ્રેટ અંગે વિવાદ કરવો સહજ હોય શકે છે. જોકે આવા વિવાદ પ્રિય વિદ્વાનોનાં મોં પર તે કલાકારે જ થપ્પડ માર્યો છે, જેને રાષ્ટ્રપતિ ભવન માટે આ પોટ્રેટ બાનાવ્યું. આ પોટ્રેટ બનાવનારા કલાકાર છે પરેશ મૈતી, જે કલાની દુનિયામાં તેમની કુશળતા માટે પ્રખ્યાત છે. મૈતી કહે છે કે, તેમણે ગુમનામી ફિલ્મના પ્રસેનજિત દ્વારા ભજવેલા નેતાજીની ભૂમિકાની આધારે નહીં પણ નેતાજીની વાસ્તવિક તસવીર પરથી જ પોટ્રેટ બનાવ્યું છે.

  મૈતીનું નિવેદન સામે આવ્યા પછી, જેમને નેતાજીના ચિત્રોમાં પ્રસેનજિતનો ચહેરો દેખાતો હતો તેવા ઘણા લોકોએ તેમના ટ્વીટ્સ અથવા નિવેદનો પણ પાછા ખેંચી લીધા છે. બીજી તરફથી જોઇએ તો આ બદલાતા સમયનો સંકેત છે. ભારતની આઝાદીમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની ભૂમિકાને લાંબા સમયથી ઓછી આંકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમાં એ લોકો જ રહ્યા, જેમના વૈચારિક ઉત્તરાધિકારીઓ હવે નેતાજીના પોટ્રેટ અંગે સવાલો ઉભા કરી રહ્યા છે.

  જ્યાં સુધી નેતાજી સુભાષચંદ્ર બોઝની વાત છે, તે પોતે પણ વાસ્તવિક જીવનમાં તેઓ વિવિધ સ્વાંગ ધરવા માટે મશહૂર છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જર્મની અને જાપાનની મદદથી, તે દેશ છોડીને બ્રિટિશરોની ચુંગાલમાંથી ભારતને મુક્ત કરવા માટે યુરોપ પહોંચવામાં સફળ રહ્યા, ત્યારે પણ તેઓ પોતાના રૂપમાં નહોતો, જે માટે તે દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે, લશ્કરી પોશાક અને ટોપીવાળા નેતાજી.  સુભાષચંદ્ર બોઝના ભત્રીજા એ.એન. બોઝે તેમના પુસ્તક 'માય અંકલ નેતાજી'માં જણાવ્યું છે કે, 17 અને 18 જાન્યુઆરી, 1941ની મધ્ય રાત્રીમાં નેતાજીએ ગોમો સ્ટેશનથી દિલ્હી-કાલકા મેઇલ પકડી ત્યારે તેઓ એક પઠાણના વેશમાં હતા. નેતાજીએ એમ્પાયર ઓફ ઇન્ડિયા લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના ટ્રાવેલિંગ ઇન્સ્પેક્ટર તરીકે વેશપલટો કર્યો હતો. નેતાજીએ દિલ્હીથી પેશાવર ફ્રન્ટીયર મેઇલ મારફતે અને ત્યાંથી તેમની પાર્ટીના ફોરવર્ડ બ્લોકના ઉત્તર પશ્ચિમ ફ્રન્ટિયર પ્રાંતના નેતા મિયાં અકબર શાહની મદદથી કાબુલ પહોંચવાનું વિચાર્યું હતું. કાબુલથી તેઓ રશિયા થઈને જર્મની પહોંચવાનું વિચાર્યું હતું.

  તેમની યોજના મુજબ, નેતાજીએ 17 જાન્યુઆરી, 1941ની સાંજે ધાનબાદના બરારીમાં તેમના ભત્રીજાના ઘરેથી નીકળ્યા હતા અને ગોમોથી ટ્રેન પકડી હતી, તે જ ગોમો સ્ટેશન જે આ જ ઐતિહાસિક ઘટનાની યાદમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ સ્ટેશન તરીકે ઓળખાય છે. લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલ્વે મંત્રી હતા ત્યારે 23 જાન્યુઆરી, 2009ના રોજ નેતાજીની જન્મજયંતી નિમિત્તે ગોમો સ્ટેશનને આ નામ આપ્યું હતું.

  નેતાજી


  ગોમો છોડનારા નેતાજી ક્યારેય કોલકાતા પાછા ફર્યા નહીં. તેમના ઘરે પણ નહીં, જે 38/2 એલિ્નગ રોડ તરીકે જાણીતું હતું અને હવે નેતાજી ભવન તરીકે પ્રખ્યાત છે, જ્યાં એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા, સુભાષચંદ્ર બોઝને તેમની 125મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી. મોદી સરકાર દ્વારા નેતાજીની જન્મજયંતીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય પણ કરાયો છે. દેખીતી રીતે, નેતાજીએ આઝાદીની લડતમાં ક્યારેક કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે, ક્યારેક ફોરવર્ડ બ્લોકના સંસ્થાપક તરીકે અને ક્યારેક આઝાદ હિંદ ફોજનાં નેતા તરીકે જે મોટી ભૂમિકા અદા કરી, તે ભારતીય સ્વતંત્રતા ચળવળમાં કોઈ એક નેતાની શકિતનું મહાન ઉદાહરણ છે.

  મજબુત વહીવટ અને પ્રચંડ ગુપ્તચર વિભાગ માટે જાણીતી બ્રિટીશ સરકારને પણ દસ દિવસ પછી જ નેતાજીની યાત્રા વિશે જાણ થઇ હતી, જ્યારે સુભાષચંદ્ર બોઝ 27 જાન્યુઆરી 1941ના રોજ કોર્ટમાં હાજર થયા નહીં. જે બ્રિટીશ સામ્રાજ્યનો જે સમયે સૂર્ય અસ્ત થયો ન હતો, ત્યારે તેઓ ક્યારેય નેતાજીને પકડી શક્યા નહીં. તેનાથી વિપરિત, નેતાજીએ બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાં સૌથી મજબૂત સૈન્ય પડકાર આપ્યો, જ્યારે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ કરતા તે ભારતની પૂર્વ સરહદ સુધી આવી ગયા અને થોડા સમય માટે આંદામાન સહિત અનેક વિસ્તારોમાં નેતાજીની આઝાદ હિંદ ફૌઝનું શાસન પણ હતું. જાપાનીઓએ તેમના હાથમાં અહીંનું પ્રસાશન સોંપ્યુ હતું. તેમછતાં પણ સુભાષચંદ્ર બોઝની સિદ્ધિઓની ચર્ચા બાકીના નેતાઓ કરતા ઓછી જ કરવામાં આવી છે.


  જે ગાંધી સાથે વૈચારિક વિરોધને કારણે નેતાજીને કૉંગ્રેસ છોડવા પર મજબૂર થવું પડ્યું, તે જ ગાંધીનાં વૈચારિક ઉત્તરાધિકારીઓનાં સમયમાં નેતાજીને તેમના ન્યાયોચિત્ત હક મળતા, તેની આશા પણ રાખવામાં આવી શકતી ન હતી. નેહરું ગાંધી પોષિત ઇતિહાસકારો અને બુદ્ધિજીવીઓ પાસેથી પણ આશા ન હતી કે, તે દેશની આઝાદીમાં નેતાજીની મોટી ભૂમિકાને સ્વીકાર કરવાની ઇમાનદારી દેખાડે. તે વાત અલગ છે કે, સુભાષચંદ્ર બોઝની આગેવાનીમાં આઝાદ હિંદ ફૌઝનું જે રીતે નિર્માણ થયું અને તેમાં બ્રિટીશ ભારતની સેનાનો ભાગ રહેલા ભારતીય સૈનિકોએ મોટાપ્રમાણમાં યોગદાન કર્યું, જે બાદ બ્રિટીશ સરકારને એ વાતનો ભરોસો ન રહ્યો કે, તે સેનાના બળે ભારતને પોતાની પાસે રાખી શકે છે, રહેલી કસર મુંબઇમાં નૌસેનાના વિદ્રોહે પુરી કરી, જેને નેતાજીની આઝાદ હિંદ ફૌઝથી જ પ્રેરણા મળી હતી.  માત્ર મહાત્મા ગાંધીની અહિંસા નીતિ અને સત્યાગ્રહના કારણે જ ભારતને આઝાદી મળી હતી કે પછી નેતાજી સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળના સશસ્ત્ર બળવો અને હિંસક પ્રતિકારને કારણે બ્રિટિશરોએ ભારત છોડી દેવાની ફરજ પડી હતી? તે નિર્ણય આવનારા દસકાઓમાં નક્કી કરાશે. જ્યારે દેશ અને સમાજ કોઇ એક વિચારધારાના પડછાયામાંથી મુક્ત થશે. તેની શરૂઆત થઈ ચૂકી છે અને કદાચ આ જ કારણ છે કે, રાષ્ટ્રપતિ ભવનમાં નેતાજીનું નવું પોટ્રેટ પણ સ્થાપિત કરવામાં આવ્યું છે, તો ઘણા લોકો વિવાદના બહાના શોધવાનું શરૂ કરે છે. જોકે ઇતિહાસ સમજનાર જાણે છે કે, વિવાદો દ્વારા નેતાજી અને તેમના વૈચારિક વારસાને કોઈ નુકસાન થયું નથી, સુભાષચંદ્ર બોઝે ગાંધીને પડકાર ફેંક્યો હતો અને કોંગ્રેસના પ્રમુખની ચૂંટણીમાં તેમના શિબિરના સત્તાવાર ઉમેદવાર ડૉક્ટર પટ્ટાભી સીતારમૈયાને જાન્યુઆરી 1939માં હાર આપી હતી. તે સમયે મહાત્મા ગાંધીએ ખુદ કબૂલાત કરી હતી કે, ડૉક્ટર પટ્ટાભી સીતારામૈયાની હાર મારી હાર છે, તે છતાં સીતારમૈયા હારી ગયા, સુભાષચંદ્ર બોઝ જીતી ગયા. ધ્યાનમાં રહે કે તે સમયે સમગ્ર દેશમાં એક મિથ્યા વાતાવરણ સર્જાયું હતું કે, કૉંગ્રેસ તો ઠીક પણ આખો દેશ ગાંધીના કહેવા પ્રમામે ચાલે છે. આઠ દાયકા પછી પણ, ફરી એકવાર ખોટાની હાર થઇ છે અને સત્યની જીત થઇ છે, ભલે વાત નેતાજી ન હોય, પણ તેમના પોટ્રેટની જ હોય.

  Published by:Kaushal Pancholi
  First published: