મહારાષ્ટ્ર : પાઠ્યપુસ્તકમાં ભગતસિંહ-રાજગુરુ સાથે સુખદેવના બદલે કુરબાન હુસૈનનું નામ લખતા વિવાદ

મહારાષ્ટ્ર : પાઠ્યપુસ્તકમાં ભગતસિંહ-રાજગુરુ સાથે સુખદેવના બદલે કુરબાન હુસૈનનું નામ લખતા વિવાદ
પુસ્તકમાં સુખદેવનું નામ ન હોવાથી વિવાદ.

'મઝયા દેશાવર માઝે પ્રેમ આહે' (હું મારા દેશને પ્રેમ કરું છુ) શીર્ષક સાથેના પાઠમાં કહેવામાં આવ્યું છે કે ભગતસિંહ, રાજગુરુ અને કુર્બાને હુસૈને દેશ માટે પોતાની બલિદાન આપ્યું. આ પાઠમાં સુખદેવના નામનો કોઇ ઉલ્લેખ નથી.

 • Share this:
  મુંબઈ : મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ (Maharashtra State Board) હેઠળ આવતા ધોરણ-8ના મરાઠીના પાઠ્યપુસ્તકમાં શહીદ ભગતસિંહ અને રાજ્યગુરુ (Bhagat Singh and Rajguru) સાથે ક્રાંતિકારી સુખદેવ (Sukhdev)નું નામ ન હોવા અંગે પુણેના બે સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. બ્રાહ્મણ મહાસંઘ અને સંભાજી બ્રિગેડે આરોપ લગાવ્યો છે કે ઇતિહાસને તોડી-મરોડીને રજૂ કરવામાં આવી રહ્યો છે. 'મઝયા દેશાવર માઝે પ્રેમ આહે' (હું મારા દેશને પ્રેમ કરું છુ) શીર્ષક સાથેના પાઠમાં કહેવામાં આવ્યું છે કે ભગતસિંહ, રાજગુરુ અને કુરબાન હુસૈને (Kurban Husain) દેશ માટે પોતાની બલિદાન આપ્યું. આ પાઠમાં સુખદેવના નામનો કોઇ ઉલ્લેખ નથી.

  નોંધનીય છે કે સેન્ડર્સ હત્યાકાંડમાં ક્રાંતિકારી સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુને બ્રિટિશ હુકૂમતે 23મી માર્ચ, 1931ના રોજ ફાંસી આપી હતી. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે ભગતસિંહ, રાજગુરુ અને કુરબાન હુસૈન દેશ માટે ફાંસીના માચડે લટકી ગયા હતા. જોકે, આમાં એવું નથી લખવામાં આવ્યું કે હુસૈનને શહીદ એ આઝમ ભગતસિંહ અને રાજ્યગુરુ સાથે ફાંસી આપવામાં આવી હતી.

  કોણ હતા કુરબાન હુસૈન?

  સંબંધિત પાઠમાં ભગતસિંહ અને રાજગુરુ સાથે સુખદેવનું નામ ન હોવાથી વિવાદ ઊભો થયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યુ કે સંબંધિક પાઠ પાઠ્યપુસ્તકમાં ત્યારે દાખલ કરવામાં આવ્યો હતો જ્યારે રાજ્યમાં ભાજપાની સરકાર હતી. સંબંધિત પંક્તિ જાણીતા દિવંગત લેખક યદુનાથ થાટ્ટેના પુસ્તકમાંથી લેવામાં આવી છે, જેને તેમના પરિવારની મંજૂરી વગર ન બદલી શકાય. કૉંગ્રેસ નેતાએ કહ્યુ કે અભ્યાસક્રમ કેન્દ્રની નવી શિક્ષણ નીતિ આવ્યા બાદ જ બદલી શકાય છે.

  વીડિયોમાં જુઓ : સિંગતેલનો વપરાશ વધારવા માટે ઝૂંબેશની માંગ

  મહારાષ્ટ્ર સ્થિત સોલાપુર નિવાસી પત્રકાર કુરબાન હુસૈને એક વર્તમાનપત્રમાં સ્વતંત્રતા, મજૂરો અને હિન્દુ-મુસ્લિમ એકતા માટે લખતા હતા. હુસૈનને 12 જાન્યુઆરી, 1931ના રોજ ફાંસી આપવામાં આવી હતી. એ સમયે તેમની ઉંમર 22 વર્ષ હતી.
  Published by:Vinod Zankhaliya
  First published:July 18, 2020, 12:11 IST

  ટૉપ ન્યૂઝ