Home /News /national-international /આઝાદી અંગે કંગનાના નિવેદનનો વિવાદ વકર્યો, વરુણ ગાંધીએ કહ્યું, 'આને ગાંડપણ કહું કે દેશદ્રોહ'
આઝાદી અંગે કંગનાના નિવેદનનો વિવાદ વકર્યો, વરુણ ગાંધીએ કહ્યું, 'આને ગાંડપણ કહું કે દેશદ્રોહ'
કંગના રનોતની ફાઈલ તસવીર
Kangana Ranaut Indian Freedom: રાજકીય પક્ષોએ પણ કંગના રનૌતને તેના વિવાદાસ્પદ નિવેદન બાદ ઘેરવાનું શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રીતિ મેનને કંગના (Kangana Ranaut) સામે મુંબઈ પોલીસ (Mumbai Police)માં ફરિયાદ નોંધાવી છે.
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ વરુણ ગાંધી (Varun Gandhi)એ ગુરુવારે અભિનેત્રી કંગના રનૌત પર પોતાની કથિત ટિપ્પણી બદલ પ્રહાર કર્યો હતો. કંગનાએ કહ્યું હતું કે ભારતને 2014માં સ્વતંત્રતા મળી અને 1947માં જે મળી તે ભીખ હતી.
વરુણ ગાંધીએ અભિનેત્રીની એક વીડિયો ક્લિપ પણ શેર કરી હતી જેમાં રનૌત એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમ આ કહેતા સાંભળી શકાય છે કે, "તે સ્વતંત્રતા નહોતી, પરંતુ ભીખ હતી અને જે આઝાદી મળી છે તે 2014માં મળી."
તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર રનૌતનો ઈશારો 2014માં ભાજપ સત્તામાં આવવાનો હતો. અભિનેત્રી ભૂતકાળમાં પણ તેના જમણેરી નિવેદનોને કારણે વિવાદમાં રહી છે.
કંગના રનૌતની ટીકા કરતાં વરુણ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, "કેટલીક વાર મહાત્મા ગાંધીજીના બલિદાન અને તપનું અપમાન, ક્યારેક તેમના હત્યારા પ્રત્યે આદર અને હવે શહીદ મંગલ પાંડેથી લઈ રાણી લક્ષ્મીબાઈ, ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ, નેતાજી સુભાષચંદ્ર બોઝ અને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનનો તિરસ્કાર. શું મારે આ વિચારને ગાંડપણ કહેવું કે દેશદ્રોહ?"
કંગના રનૌતે સોશિયલ મીડિયા પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે,'મેં ખૂબ સ્પષ્ટ કરી દીધું છે કે 1857ની ક્રાંતિ એ પ્રથમ સ્વતંત્રતા સંઘર્ષ હતો, જેને દબાવી દેવામાં આવ્યો હતો અને તેના પરિણામે બ્રિટિશરોના વધુ અત્યાચારો અને ક્રૂરતા થઈ હતી અને લગભગ એક સદી પછી અમને ગાંધીજીના ભીખના વાટકામાં સ્વતંત્રતા આપવામાં આવી હતી.'
રાજકીય પક્ષોએ પણ કંગના રનૌતને તેના વિવાદાસ્પદ નિવેદન બાદ ઘેરવાનું શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ પ્રીતિ મેનને કંગના સામે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસને વિવાદાસ્પદ દેશદ્રોહી ટિપ્પણી માટે પ્રાથમિક નોંધણી કરવાની માંગ કરી છે. અભિનેત્રીના નિવેદન પર શિવસેનાએ પણ તીખી પ્રતિક્રિયા આપી છે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર