વારાણસી : સારા અલી ખાને બાબા વિશ્વનાથના દર્શન સમયે શિવલિંગને સ્પર્શ કરતા વિવાદ

News18 Gujarati
Updated: March 17, 2020, 4:48 PM IST
વારાણસી : સારા અલી ખાને બાબા વિશ્વનાથના દર્શન સમયે શિવલિંગને સ્પર્શ કરતા વિવાદ
માતા સાથે મંદિરની મુલાકાતે સારા અલી ખાન.

પીતાંબરા પીઠાધીશ્વર સાધ્વી ગીતાંબા તીર્થે કહ્યું કે, તંત્રની જાણ વગર નિષેધ સમયમાં શિવલિંગ સ્પર્શ અને પૂજા કેવી રીતે થઈ શકે?

  • Share this:
ઉપેન્દ્ર કુમાર દ્વિવેદી : અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan)ની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન (Actress Sara Ali Khan) વિવાદમાં ફસાઈ છે. આ આખો વિવાદ વિવાદ સારા અલી ખાનના વારાણસીમાં બાબા વિશ્વનાથ (Shri Kashi Vishwanath Temple)ના દર્શન અને શિવલિંગને સ્પર્શ કર્યા બાદ ઉભો થયો છે. સારા અલી ખાન આજકાલ માતા અને અભિનેત્રી અમૃતા સિંહ (Bollywood Actress Amrita Singh) સાથે વારાણસીમાં ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે. શૂટિંગ દરમિયાન નવરાસની પળોમાં સારાએ ગંગા પૂજન (Ganga Poojan) કર્યું હતું. બાદમાં વિશ્વ પ્રસિદ્ધ ગંગા આરતીમાં સામેલ થઈ હતી. અહીં સુધી બધુ બરાબર હતું. જે બાદમાં જે થયું તેનાથી વિવાદ ઉભો થયો છે. સારાએ બાબા વિશ્વનાથના દર્શન કર્યા હતા તેમજ શિવલિંગને સ્પર્શ કર્યો હતો.

એટલું જ નહીં, પૂજા અને સ્પર્શ એવા સમયે કરવામાં આવ્યા હતા જ્યારે મંદિરનું ગર્ભગૃહ બંધ રહે છે. એટલે કે નિષેધ સમયમાં પૂજા કરવામાં આવી હતી. આ અંગે કાશીના સંતો અને વિદ્વાનોએ વિરોધ પ્રગટ કર્યો છે. કાશી વિદ્વત પરિષદના ડૉક્ટર રામનારાયણ દિવેદીનું કહેવું છે કે જો પૂજારીઓએ સ્પર્શ દર્શન કરાવ્યા છે તો તે ખોટું છે. મંદિરના તંત્રએ આ ઘટના અંગે તાબડતોબ કાર્યવાહી કરવી જોઈએ.

આ પણ વાંચો : Video : સારા અલી ખાન પહોંચી ગંગા ઘાટ, મા અમૃતા સાથે કરી ગંગા આરતી

સારાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો

બીજી તરફ સારાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તેના માથા પર ત્રિપુંડ લાગ્યું છે અને ગળામાં માળા છે. આ સાથે જ સારાએ વીડિયોમાં વિશ્વનાથ મંદિરની શેરીમાંથી ત્યાંની ખાસિયતો અને આનંદનું વર્ણન કરતા વીડિયોમાં કાશીનું મહત્વન સમજાવ્યું છે.


 
View this post on Instagram
 

Namaste Darshako Banaras ki galliyo se... oh what a lovely day So much fun- such little you pay If only in Varanasi one could stay


A post shared by Sara Ali Khan (@saraalikhan95) on
વિવાદ અંગે મંદિરના તંત્રનું મૌન

આ અંગે વિવાદ છેડાયા બાદ મંદિરના તંત્રએ કંઈ પણ બોલાવાનો ઇન્કાર કર્યો છે. શ્રીકાશી વિશ્વનાથ મંદિરના મુખ્ય કાર્યવાહક અધિકારી વિશાલ સિંહનો ન્યૂઝ18 તરફથી ત્રણ વખત સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્રીજી વખત ફોન ઉપાડ્યા બાદ સ્ટાફે કહ્યું હતું કે તેઓ વાત નહીં કરી શકે. એવામાં લાગી રહ્યું છે કે મંદિરનું તંત્ર આ મામલે બેકફૂટ પર આવી ગયું છે.

પીતાંબરા પીઠાધીશ્વરે તપાસની માંગ કરી

જ્યારે પીતાંબરા પીઠાધીશ્વર સાધ્વી ગીતાંબા તીર્થે કહ્યું કે આ મંદિરની પરંપરાનું અપમાન છે. નિષેધ સમયમાં કેવી રીતે શિવલિંગ સ્પર્શ અને દર્શન થયા? જો મંદિર તંત્રને જ આ અંગેની જાણ નથી તો આ ખૂબ જ ખરાબ વાત છે. આ અંગે ઉચ્ચસ્તરીય તપાસ થવી જોઈએ.
First published: March 17, 2020, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading