ભારતની નીતિ મુજબ PM-CARES ફંડમાં વિદેશથી પણ સહયોગનું સ્વાગત છેઃ સૂત્ર

News18 Gujarati
Updated: April 2, 2020, 3:07 PM IST
ભારતની નીતિ મુજબ PM-CARES ફંડમાં વિદેશથી પણ સહયોગનું સ્વાગત છેઃ સૂત્ર
પીએમ મોદીની ફાઈલ તસવીર

PM-CARES ફંડ એ વ્યક્તિઓ અને સંગઠનોથી દાન અને યોગદાન સ્વીકારશે જે વિદેશમાં સ્થિત છે

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણથી લડવા માટે થોડા દિવસો પહેલા PM-CARES નામનું એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ ફંડ એકત્ર કરવાના ઉદ્દેશ્યથી રચવામાં આવ્યું છે. આ ટ્રસ્ટમાં શું વિદેશથી ફંડ લઈ શકાય કે નહીં તેને લઈને આશંકા હતી. પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે સ્થાનિક સંકટના ઉકેલ માટે ભારત વિદેશથી કોઈ ફંડ નહીં લે. પરંતુ હવે સરકારી સૂત્રોએ એ સ્પષ્ટ કરી દીધું છે કે ભારતની રણનીતિ હેઠળ વિદેશી સંગઠન અને લોકો પાસેથી ફંડ સ્વીકારવામાં આવી રહ્યું છે.

એક સરકારી સૂત્ર મુજબ, PM-CARES ફંડ એ વ્યક્તિઓ અને સંગઠનોથી દાન અને યોગદાન સ્વીકારશે જે વિદેશમાં સ્થિત છે. તેઓ વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત કોષ (PMNRF)ના સંબંધમાં ભારતની નીતિ અનુરૂપ છે, જેને વર્ષ 2011થી વિદેશી યોગદાન પણ મળે છે.

આ પણ વાંચો, પ્લાનિંગ વગરના લૉકડાઉન પર સોનિયા ગાંધીએ કહ્યું, કોઈ દેશે આવું નથી કર્યું

જે લોકો કેટલાક રાજ્યોમાં પ્રાકૃતિક આપત્તિઓના જૂના ઉદાહરણો સાથે તેની તુલના કરી રહ્યા છે તેના માટે અહીં અધિકૃત પ્રવક્તાએ 22 ઓગસ્ટ 2018ના રોજ કહ્યું હતું કે, હાલની નીતિ અનુરુપ, સરકાર સ્થાનિક પ્રયાસોના માધ્યમથી રાહત અને પુનર્વાસની આવશ્યકતાઓને પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. જોકે પ્રધાનમંત્રી રાહત કોષ અને એનઆરઆઈ, પીઆઈઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓથી મુખ્યમંત્રી રાહત કોષમાં યોગદાનનું સ્વાગત યોગ્ય હશે.

આ પણ વાંચો, હૈદરાબાદની લેબમાં તૈયાર થઈ રહ્યો છે કોરોના વાયરસ, ટૂંક સમયમાં દવા અને રસીની થઈ શકે છે શોધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ટ્વિટના માધ્યમથી અપીલ કરતાં કહ્યું હતું કે, કોવિડ-19 જેવી ઇમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને ઇમરજન્સી રાહત કોષ (PM-CARES Fund)ની સ્થાપના કરવામાં આવી રહી છે અને લોકો તેમાં દાન કરે.

આ પણ વાંચો, કોરોનાથી ન્યૂયોર્કમાં લાશોના ઢગ, 24 કલાકમાં 884 લોકોનાં મોતથી ડરનો માહોલ

 
First published: April 2, 2020, 3:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading