Home /News /national-international /Pakistan Blast : પાકિસ્તાનના સિયાલકોટ મિલિટરી બેઝ પર સિરિયલ બ્લાસ્ટ, બેકાબૂ મિસાઈલના કારણે થયો અકસ્માત?

Pakistan Blast : પાકિસ્તાનના સિયાલકોટ મિલિટરી બેઝ પર સિરિયલ બ્લાસ્ટ, બેકાબૂ મિસાઈલના કારણે થયો અકસ્માત?

પાકિસ્તાનના સિયાલકોટ મિલિટરી બેઝ પર બોમ્બ બ્લાસ્ટ

ડેઈલી મિલાપના (The Daily Milap) એડિટર ઋષિ સૂરીએ ટ્વીટમાં લખ્યું છે કે, ઉત્તર પાકિસ્તાનમાં સિયાલકોટ મિલિટરી બેઝ (Sialkot military base Blast) પર અનેક વિસ્ફોટ થયા છે. પ્રારંભિક સંકેતો છે કે તે દારૂગોળો સંગ્રહ વિસ્તાર છે.

Sialkot Blast : પાકિસ્તાનના સિયાલકોટમાં રવિવારે બપોરે શ્રેણીબદ્ધ બ્લાસ્ટના પડઘા સંભળાયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં મોટા રાજકીય સંકટ વચ્ચે આ તમામ વિસ્ફોટ સિયાલકોટમાં પાકિસ્તાની આર્મી ડેપોમાં થયા છે.

મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ સેનાના દારૂગોળાના ડેપોમાં થયો હતો. ડેઈલી મિલાપના એડિટર ઋષિ સૂરીએ ટ્વીટમાં લખ્યું છે કે, ઉત્તર પાકિસ્તાનમાં સિયાલકોટ મિલિટરી બેઝ પર અનેક વિસ્ફોટ થયા છે. પ્રારંભિક સંકેતો છે કે તે દારૂગોળો સંગ્રહ વિસ્તાર છે. વિસ્ફોટ બાદ એક વિશાળ આગ સળગતી જોવા મળી રહી છે. બ્લાસ્ટ પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી."









આ પણ વાંચો - જાપાન ભારતમાં રૂ. 3.2 લાખ કરોડનું કરશે રોકાણ' : જાપાનના પીએમ સાથે વાતચીત બાદ PM મોદીની જાહેરાત

કેટલાક અન્ય સ્થાનિક મીડિયા આઉટલેટ્સ અનુસાર, પાકિસ્તાન આર્મી દ્વારા એર-ટુ-એર મિસાઇલ PL-15નું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું, જે સંપૂર્ણપણે નિષ્ફળ ગયું હતું. J10-C ફાઈટર જેટમાંથી છોડાયા બાદ આ મિસાઈલ બેકાબૂ બની ગઈ અને સિયાલકોટમાં પડી. આ ઘટનાના ઘણા વીડિયો પાકિસ્તાની નાગરિકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે.





આ પણ વાંચો - weather update: પશ્ચિમી ભારતમાં કેમ છે ભીષણ ગરમીનો કહેર? પહાડી રાજ્યોમાં પણ વધ્યું તાપમાન, જાણો કારણ

કેટલાક પાકિસ્તાનીઓ સોશિયલ મીડિયા પર આ ઘટનાના વીડિયો પોસ્ટ કરી રહ્યા છે, જેમાં ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે આ વિસ્તારમાં અનેક વિસ્ફોટ થયા છે. સિયાલકોટ કેન્ટોનમેન્ટ, સૌથી જૂના અને સૌથી મહત્વપૂર્ણ પાકિસ્તાની આર્મી બેઝ પૈકીનું એક, શહેરને અડીને છે. તેની સ્થાપના 1852માં બ્રિટિશ ભારતીય સેના દ્વારા કરવામાં આવી હતી.
First published:

Tags: Blast in Pakistan