'ફ્રોસ્ટ બોય'ની તસવીરે ચીનની આત્માને હચમચાવી મૂકી

News18 Gujarati
Updated: January 12, 2018, 6:12 PM IST
'ફ્રોસ્ટ બોય'ની તસવીરે ચીનની આત્માને હચમચાવી મૂકી
News18 Gujarati
Updated: January 12, 2018, 6:12 PM IST
દુનિયાના ઘણા દેશો હાલમાં હાડ થ્રીજવી નાંખે તેવી ઠંડીનો સમાનો કરી રહ્યાં છે. દરેક જગ્યાએ બરફવર્ષા અને તોફાનોથી લોકોના જીવન પ્રભાવિત થઈ રહ્યાં છે. આ જીવ લઈ લે તેવી ઠંડીમાં એક બાળક ત્રણથી ચાર કિલોમીટર ચાલતો શાળાએ પહોંચ્યો હતો. આ દરમિયાન બાળકના વાળ ઉપર પણ બરફ ઝામી ગયો હતો તે છતાં પણ બાળકે પોતાની સફરને સરળ ગણાવી હતી. સોશિયલ મીડિયામાં આ બાળકની તસવીય વાયરલ થયા બાદ ગ્રામીણ વિસ્તારોમાં બાળકો પર ગરીબીની અસરને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ તસવીરમાં માઈકસ 9 ડિગ્રીમાં કલાકો સુધી પગે ચાલીને શાળામાં પહોંચ્યા બાદ બાળકના વાળ પર બરફ ઝામી ગયો હતો.

પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ફ્યૂમન વોંગની પ્રિન્સિપાલે તેને ગુલાબી ગાલ અને બરફથી ઝામી ગયેલ વાળની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી ત્યાર બાદ બાળકને 'ફ્રોસ્ટ બોય'નું નામ આપી દેવામાં આવ્યું હતું. વોંગે શાંઘાઈના એક સમાચાર પત્રને કહ્યું, "હું ખરાબ લોકો સામે લડવા માટે પોલીસ અધિકારી બનવા માંગુ છું, શાળાનો માર્ગ ખુબ જ ઠંડો હોય છે પરંતુ તે મુશ્કેલી નથી."

ફ્યુમન વોંગ શાળાએ પહોંચ્યો ત્યાર સુધીમાં વાળ પર બરફ ઝામી ગયો હતો.


ચીનની સરકારી એજન્સી અનુસાર, જે શિક્ષકે તસવીર લીધી હતી, તેમને જણાવ્યું કે, વોંગને પોતાના ઘરથી શાળાએ આવવા માટે સામાન્ય રીતે 4.5 કિલોમીટર ચાલવું પડે છે. જે દિવસ આ તસવીર લેવામાં આવી, તે દિવસે તાપમાન માઈનસ 9 ડિગ્રી હતું. વોંગના માતા-પિતા શહેરમાં કામ કરે છે, જ્યારે તે પોતાના ભાઈ-બહેન અને દાદા-દાદી સાથે ગામમાં રહે છે. પેઈચિંગ ન્યૂઝે કહ્યું કે, બુધવાર સુધી વોંગની શાળા અને વિસ્તારની અન્ય શાળા માટે ઈન્ટરનેટ યૂઝર્સે 15,400 ડોલર દાન કર્યા હતા. આ રકમમાંથી પ્રત્યેક વિદ્યાર્થીઓને 77 ડોલર આપવામાં આવશે.

આમ ફ્રોસ્ટ બોયની તસવીરે ચીનની ગરીબીની પોલ ખોલી નાંખી હતી. ફ્રોસ્ટ બોયની તસવીરે પોતે ચીનની આત્માને  પણ હચમચાવી મૂકી છે. હાલમાં વોંગ જેવા બાળકો અને શાળાઓને દાન આપવામાં આવી રહ્યું છે.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर