રાફેલ ડીલ : 'ચોકીદાર ચોર હૈ' નિવેદન પર રાહુલે સુપ્રીમની બિનશરતી માફી માંગી

રાફેલ ડીલ : 'ચોકીદાર ચોર હૈ' નિવેદન પર રાહુલે સુપ્રીમની બિનશરતી માફી માંગી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

રાહુલ ગાંધીએ એક જાહેરસભામાં કહ્યું હતું કે, હવે તો સુપ્રીમ કોર્ટે પણ સ્વીકારી લીધું છે કે 'ચોકીદાર ચોર હૈ'

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોર્ટના અનાદર મામલે સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી છે. તેની સાથે જ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. એફિડવિટ દાખલ કરતાં તેઓએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે હવે અનાદરનો મામલો બંધ કરી દેવામાં આવે. હવે આ મામલે 10 મેના રોજ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટના હવાલાથી કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું છે કે 'ચોકીદાર ચોર હૈ'.

    સુપ્રીમ કોર્ટે 30 એપ્રિલે રાહુલ ગાંધીને પોતાની ટિપ્પણીઓ વિશે વધુ એક એફિડેવિટ દાખલ કરવા માટે છેલ્લી તક આપી હતી. કોંગ્રેસ અધ્યક્ષે પોતાના વકીલના માધ્યમથી એ સ્વીકાર્યું હતું કે તેઓએ આ ટિપ્પણીને ખોટી રીતે સુપ્રીમ કોર્ટના નામથી કહીને ભૂલ કરી છે.



    CNN-News18ને રાહુલ ગાંધી તરફથી દાખલ કરવામાં આવેલી પિટિશન મળી છે જેમાં તેઓએ સુપ્રીમ કોર્ટની માફી માંગી છે. નવી એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, રાહુલ સુપ્રીમ કોર્ટનું સન્માન કરે છે અને તેઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે એવું કોઈ કામ નથી કર્યું જે ન્યાયની વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરતું હોય.

    આ પહેલા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે રાફેલ ફાઇટર પ્લેન સોદા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર માટે દાખલ પિટિશનોમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ ચોકીદાર ચોર હૈ, ટિપ્પણી ખોટી રીતે સુપ્રીમ કોર્ટના હવાલાથી કહેવાના મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુદ્ધ અનાદરની પિટિશન પર 10 મેના રોજ એકસાથે સુનાવણી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની બન્ચે કહ્યું હતું કે 14 ડિસેમ્બર 2018ના ચુકાદા પર પુનર્વિચાર માટે દાખલ પિટિશનો પર 10 મેના રોજ સુનાવણી થશે.
    First published:May 08, 2019, 11:11 am

    ટૉપ ન્યૂઝ