ચોંકાવનારો VIDEO: હોન્ડા સિટી કાર પર પડ્યું ચોખા ભરેલું કન્ટેનર, જુઓ પછી શું થયું

ચોંકાવનારો VIDEO: હોન્ડા સિટી કાર પર પડ્યું ચોખા ભરેલું કન્ટેનર, જુઓ પછી શું થયું
ટ્રાફિક સિન્ગલ પર હોન્ડા સિટી કાર અચાનક સામે આવી જતાં ટ્રક ડ્રાઇવરે સ્ટિયરિંગ ઘુમાવ્યું, પણ આવ્યું કરૂણ અંજામ

ટ્રાફિક સિન્ગલ પર હોન્ડા સિટી કાર અચાનક સામે આવી જતાં ટ્રક ડ્રાઇવરે સ્ટિયરિંગ ઘુમાવ્યું, પણ આવ્યું કરૂણ અંજામ

 • Share this:
  દીપક બિષ્ટ, નવી દિલ્હીઃ દેશની રાજધાનીમાં એક એવો અકસ્માત થયો જેને જોઈને તમામ લોકો ચોંકી ગયા. દિલ્હીમાં લાજપત નગરના એક ટ્રાફિક સિગ્નલ (Traffic Signal)ને થોડેક દૂર ટ્રક-કન્ટેનર આવી રહ્યું હતું. બધું સામાન્ય હતું. રેડ લાઇટ પહોંચતા જ એક હોન્ડા કાર સિટી કાર (Honda City Car) અચાનકથી ટ્રકની સામે આવી ગઈ. ટ્રકના ડ્રાઇવરે કારને બચાવવા માટે સ્ટિયરિંગ એક તરફ ફેરવી દેવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસમાં ટ્રક પર લાદવામાં આવેલું ભારે ભરખમ કન્ટેનર તે જ હોન્ડા સિટી કાર પર જઈને પડ્યું. આ માર્ગ અકસ્માત (Road Accident)માં કારથી પણ વધુ લાંબું કન્ટેનર પડતાં જ કાર તેની નીચે દબાઈ ગઈ. કારમાં બે લોકો સવાર હતા અને બંનેના કારની અંદર જ મોત થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંતી ગઈ. કારની હાલત પરથી જાણી શકાતું હતું કે કન્ટેનર કેટલું ભારે હશે.

  કારની છત અને રસ્તા વચ્ચે રહી ગયું માત્ર એક ફુટનું અંતર  આમ તો કોઈ પણ સામાન્ય કાર રસ્તાથી 4થી 5 ફુટ સુધી ઊંચું હોય છે, પરંતુ કન્ટેનર પડ્યા બાદ હોન્ડા સિટી કારની છત રસ્તાથી માત્ર એક ફુટ જ ઊંચું રહ્યું. કાર ખૂબ જ ખરાબ રીતે દબાઈ ગઈ હતી. કન્ટેનરમાં ભારે-ભરખમ સામાન હોવાનું કહેવાય છે. કારને જોયા બાદ સમજી શકાય એમ છે કે તેમાં બેઠેલા લોકોનો શું હાલ થયો હશે. કારનું એન્જિન પણ સપાટ થઈ ગયું છે. કારનો નંબર DL14CE3055 હોવાનું કહેવાય છે. પોલીસના જણાવ્યા મુજબ, માર્ગ અકસ્માતનો ભોગ બનેલા બંનેના નામ અંકિત મલ્હોત્રા અને રંજનલ કાલરા છે. બંને ઇવેન્ટ કંપની ચલાવતા હતા. કામકાજને લઈ કોલકાતા જવા માટે એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા.


  આ પણ વાંચો, 20th Year of NaMo: બીજેપીએ ગણાવ્યા PM મોદીએ 20 વર્ષમાં કરેલા 20 મોટા કામ

  માર્ગ અકસ્માત સાથે જોડાયેલી જરૂરી માહિતી

  નવી જોગવાઈઓ અનુસાર દિલ્હીની પ્રાઇવેટ હૉસ્પિટલ હવે માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને પરત નહીં મોકલી શકે. સાથોસાથ પ્રાઇવેટ હૉસ્પિટલોને દર્દીની સારવાર કેશલેસ પણ કરવી પડશે. આ યોજના માત્ર માર્ગ અકસ્માતમાં પીડિતો માટે છે.

  આ પણ જુઓ, IPL 2020: પોલાર્ડે કર્યો એવો કેચ કે સચિન તેંડુલકર પણ થઈ ગયો Fan, જુઓ ખાસ વીડિયો

  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ યોજનાને લૉન્ચ કરી હતી. આ યોજનાને લૉન્ચ કર્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમની સરકાર દરેક દુર્ઘટના પીડિતોનો જીવ બચાવશે. દિલ્હીના દરેક નાગરિકનો જીવ અમારા માટે કિંમતી છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા દરેક શખ્સની સારવારનો તમામ ખર્ચ પણ દિલ્હી સરકાર ઉઠાવશે.
  Published by:Mrunal Bhojak
  First published:October 07, 2020, 14:15 pm

  ટૉપ ન્યૂઝ