મોદી સરકારે ગ્રાહકોને આપ્યા અધિકાર, હવે વકિલ વગર લડી શકાશે કેસ

News18 Gujarati
Updated: August 13, 2019, 7:21 PM IST
મોદી સરકારે ગ્રાહકોને આપ્યા અધિકાર, હવે વકિલ વગર લડી શકાશે કેસ
હવે વિજ્ઞાપન (જાહેરાત)માં જૂઠા દાવા કરવા પર જેલ જશે સેલિબ્રિટી

કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2019 સંસદના બંને સદનમાં પાસ થવા અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ગયા બાદ એક્ટ બની ગયો છે.

  • Share this:
કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2019ને સંસદની મંજૂરી મળ્યા બાદ હવે સરકાર તેને લાગૂ કરાવવાની તૈયારી કરી રહી છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ 2019 સંસદના બંને સદનમાં પાસ થવા અને રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી મળી ગયા બાદ એક્ટ બની ગયો છે. કન્ઝ્યુમર અફેયર સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે, ઓગષ્ટ મહિનાના અંત સુધી નિયમ બનાવવાનું કામ કરવામાં આવશે. 3 મહિનામાં તમામ નિયમ બનશે. નવા બિલમાં ગ્રાહકોને વકિલ વગર કેસ લડવાનો અધિકાર મળ્યો છે.

CCPAને મળ્યા કેટલાક અધિકાર
કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલમાં સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીને કેટલાક અધિકાર આપવામાં આવ્યા છે. આનાથી ગ્રાહકોની પરેશાની દૂર થશે. CCPAમાં ઈન્વેસ્ટિગેશન વિંગ પણ હશે. CCPAમાંથી સરકાર કંપનીઓ પર કાર્યવાહી કરશે. ઈન્વેસ્ટિગેશન વિંગના હેડ ડીજી હશે, જ્યારે એડિશનલ ડીજી સહિત કેટલાક અધિકારી આ વિંગમાં સામેલ થશે. CCPA સ્વત સંજ્ઞાન લઈ શકે છે. CCPA ભ્રામક પ્રચાર પર રોક માટે પણ કામ કરશે.

હવે જીલ્લામાં 1 કરોડ રૂપિયા સુધીની ફરિયાદ અને રાજ્ય સ્તર પર 10 કરોડ રૂપિયા સુધીની ફરિયાદ કરી શકે છે. પહેલા વકિલ રાખવા પડતા હતા, હવે વગર વકિલે તમે લડી શકો છો કેસ.

હવે વિજ્ઞાપન (જાહેરાત)માં જૂઠા દાવા કરવા પર જેલ જશે સેલિબ્રિટી
હવે જાહેરાતમાં જૂઠા વાયદા કરવા અથવા ખોટી જાણકારી આપવા પર કંપનીઓ, સર્વિસ પ્રોવાઈડર્સ અને તે જાહેરાતને એન્ડોર્સ કરનાર સેલિબ્રિટિને પણ સજા થઈ શકે છે. આ વસ્તુ માટે દોષી ઠહેરાવ્યા બાદ દંડ અને જેલની સજા થઈ શકે છે. આ બિલમાં જોગવાઈ રાખવામાં આવી છે કે, કોઈ પણ જાહેરાત પછી તે પ્રિંટ, રેડિયો, ટેલિવિઝન, આઉટડોર, ઈ-કોમર્સ, ડાયરેક્ટ સેલિંગ અથવા ટેલીમાર્કેટિંગ કોઈ પણ માધ્યમથી કરવામાં આવી રહી હોય, જો તેમાં ખોટી જાણકારી આપવામાં આવી હોયો તો, તે અપરાધની શ્રેણીમાં આવશે.
Loading...

આ બિલમાં એવી જાહેરાતો અથવા મિસલીડિંગ એડ્સને એવી રીતે પરિભાષિત કરવામાં આવી છે, જેમાં કોઈ પણ પ્રોડક્ટ અથવા સર્વિસની જૂઠી જાણકારી આપવી, જૂઠી ગેરંટી આપવી, કન્ઝ્યુમર્સને પ્રોડક્ટના નેચર, સબ્સટેન્સ, ક્વોલિટી અથવા ક્વોલિટીને લઈ ફસાવવા અથવા જાણીજોઈ સર્વિસ પ્રોવાઈડર અથવા મેન્યુફેક્ચરિંગ તરફથી કોઈ જાણકારી છુપાવવામાં આવે. આ બિલ હેઠળ દિલ્હીમાં સરકાર તરફથી નિયુક્ત કરવામાં આવેલા એક ચીફ કમિશ્નરની અધ્યક્ષતામાં એક સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીની રચના કરવામાં આવશે, જે ગ્રહકોના અધિકારનું હનન, જાહેરાતની અનૈતિક રીત અથવા ખોટા દાવા કરનાર મિસલીડિંગ એડ્સને રેગ્યુલેટ કરશે.

આ છે સજાની જોગવાઈ
આ બિલની જોગવાઈ અનુસાર, સર્વિસ પ્રોવાઈડર્સને 10 લાખ રૂપિયા દંડની સાથે અધિકતમ 2 વર્ષની જેલની સજા થઈ શકે છે. જ્યારે સેલિબ્રિટીને 10 લાખ રૂપિયાના દંડ ભોગવવો પડી શકે છે. સાથે વારંવાર આ ભૂલ કરવા પર ઓથોરિટી તેના પર 50 લાખ રૂપિયાના દંડની સાથે-સાથે 5 વર્ષ સુધી જેલની સજા આપી શકે છે.

એટલું જ નહી, ઓથોરિટી કોઈ સેલિબ્રિટીને જાહેરાત એન્ડોર્સ કરવા પર એક વર્ષ સુધી રોક પણ લગાવી શકે છે. વારંવાર ભૂલ કરવા પર આ રોક ત્રણ વર્ષ વધારી પણ શકાય છે.

(અસીમ મનચંદા, CNBC આવાજ)
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...