પનીર બટર મસાલાની જગ્યાએ ઝોમેટોએ મોકલ્યું ચિકન, 55 હજારનો દંડ

News18 Gujarati
Updated: July 6, 2019, 5:06 PM IST
પનીર બટર મસાલાની જગ્યાએ ઝોમેટોએ મોકલ્યું ચિકન, 55 હજારનો દંડ
પ્રતીકાત્મક તસવીર

રેસ્ટોરાંએ એક નહીં બે વાર મોકલ્યું બટર ચિકન, ઝોમેટોએ કહ્યુ- કોઈ જાણકારી નથી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : જો તમે શાકાહારી છો અને તમને કોઈ માંસાહારી ભોજન પીરસે તો તમને કેવું લાગશે. અને એવું થાય કે જે દિવસે તમારું વ્રત હોય તો કદાચ તેનાથી ખરાબ કંઈ ન હોઈ શકે. પરંતુ આવું જ કંઈક થયું પુણેમાં વકીલ શનમુખ દેશમુખની સાથે. પુણેની એક રેસ્ટોરન્ટથી ઝોમેટો ઓનલાઇન એપ પરથી ખાવાનું ઓર્ડર કરવું દેશમુખ માટે ભારે પડી ગયું. તે પણ એક વાર નહીં બે વાર. દેશમુખે ઝોમેટો એપ પર પનીર બટર મસાલાનો ઓર્ડર કર્યો પરંતુ મોકલી દીધું બટર ચિકન. ફરિયાદ કરતાં રેસ્ટોરાંએ ફરી એકવાર પનીર બટર મોકલવાની વાત કરી અને પછી મોકલી દીધું બટર ચિકન. એવામાં દેશમુખે ગ્રાહક સુરક્ષાનો દરવાજો ખખડાવ્યો અને તેને ન્યાય પણ મળ્યો.

45 દિવસમાં ભરવો પડશે દંડ


દેશમુખે આ બાબતે જ્યારે પુણેના એડિશનલ ડિસ્ટ્રીક્ટ કન્સ્યૂમર ફોરમમાં ઝોમેટો અને ખાવાનું મોકલનારી રેસ્ટોરાં પ્રીત પંજાબી સ્વાદની વિરુદ્ધ ફરિયાદ કરી તો સમગ્ર પ્રકરણ સાંભળ્યા બાદ ફોરમે બંને પર 55 હજારનો દંડ ફટકાર્યો. કોર્ટે ઝોમેટોના ગુરુગ્રામ સ્થિત હેડઓફિસ અને રેસ્ટોરાંને આ રકમ 45 દિવસમાં ચૂકવવાનો આદેશ આપી દીધો છે. સાથોસાથ ફોરમે આદેશ આપ્યો છે કે જો 45 દિવસથી વધુ મોડું થાય છે તો આ રકમ પર 10 ટકાના દરે વ્યાજ પણ ચૂકવવું પડશે. દંડમાં 50 હજાર રૂપિયા બેદરકારી અને 5 હજાર રૂપિયા માનસિક તકલીફ પહોંચાડવાના બદલામાં દેશમુખને મળશે.

ઝોમેટોએ કહ્યુ- કોઈ જાણકારી નથી

આ સંબંધમાં એક મીડિયા ચેનલે જ્યારે ઝોમેટોના રીજનલ મેનેજર વિપુલ સિન્હા સાથે વાત કરી તો તેઓએ આ સંબંધમાં જાણકારી ન હોવાની વાત કહી. સિન્હાએ કહ્યું કે તેમને ફોરમનો આદેશ નથી મળ્યો અને તેમને આવા કોઈ આદેશની જાણકારી પણ નથી. બીજી તરફ, ઝોમેટોના પ્રવક્તા સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી થઈ શક્યો. તેમને ફોન પણ કરવામાં આવ્યો પરંતુ તેમણે જવાબ ન આપ્યો.શું હતું સમગ્ર મામલો?

દેશમુખ બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચમાં પ્રેક્ટિસ કરે છે. 31 મે 2018ના રોજ તેઓ કામથી પુણે ગયા હતા. આ દરમિયાન ગુરુવાર હોવાના કારણે તેમનો વ્રત હતો અને સાંજે તેઓએ ઝોમેટોના માધ્યમથી પ્રીત પંજાબી સ્વાદ હોટલથી પનીર બટર મસાલા ઓર્ડર કર્યુ. જ્યારે ખાવાનું આવ્યું તેમને જાણ થઈ કે આ ચિકન છે. તેમને તરત જ ઝોમેટોના ડિલીવરી બોયને ફોન કર્યો તો જવાબ મળ્યો કે તેને કોઈ જાણકારી નથી અને તે પાર્સલ ખોલીને નથી જોતો. તેની પર દેશમુખે હોટલ સાથે સંપર્ક કર્યો અને આ બાબતે જાણકારી આપી. હોટલના મેનેજરે તેમને ભરોસો દર્શાવ્યો કે ભૂલથી આવું થઈ ગયું છે અને ઓર્ડર મુજબનું ખાવાનું મોકલવામાં આવી રહ્યું છે. ખાવાનું આવ્યું પણ ખરું પરંતુ આ વખતે ફરી હોટલે તેમને ચિકન જ મોકલ્યું હતું પરંતુ બિલ પર બટર પનીર મસાલા લખ્યું હતું. ત્યારબાદ દેશમુખે ફોરમનો દરવાજો ખખડાવ્યો હતો. દેશમુખે હોટલ અને ઝોમેટોને કાયદાકિય નોટિસ મોકલીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે 5 લાખનો દંડ અને માનસિક ત્રાસ માટે 1 લાખ રૂપિયાની માંગ કરી હતી.
First published: July 6, 2019, 3:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading