રામ મંદિર નિર્માણઃ PM મોદી રામલલાને 40 કિલો ચાંદીની શિલા કરશે સમર્પિત

ફાઈલ તસવીર

મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું કે, રામ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદીની સાથે સાથે દેશના અનેક રાજનીતિક અને ધાર્મિક હસ્તિઓને કાર્યક્રમનું આમંત્રણ મોકલ્યું છે.

 • Share this:
  અયોધ્યાઃ આગામી 5 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનો (Ram Temple) શિલાન્યાસ કરશે. પીએમ મોદી પોતે અયોધ્યામાં ભૂમિ પૂજન કરશે. રામ મંદિરમાં ભૂમિ પૂજન ઉપર શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 40 કિલોગ્રામ ચાંદીની શિલા શ્રી રામને સમર્પિત કરશે. મહંત નૃત્ય ગોપાલ દાસે જણાવ્યું કે, રામ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાન મોદીની સાથે સાથે દેશના અનેક રાજનીતિક અને ધાર્મિક હસ્તિઓને કાર્યક્રમનું આમંત્રણ મોકલ્યું છે.

  નૃત્ય ગોપાલ દાસ પ્રમાણે સંઘના સર સંઘચાલક મોહન ભાગવત, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ સહિત આશરે 200 પ્રમુખ હસ્તીઓ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. દાસે જણાવ્યું હતું કે, 11થી દોઢ વાગ્યા વચ્ચે કાર્યક્રમમાં દરેકને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

  આ અવરસ ઉપર રામ જન્મભૂમિ આંદોલનની આગેવાની કરનાર નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ ઉપરાંત કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત રામ મંદિર આંદોલનને ધાર આપનાર નેતાઓને પણ આમંત્રણ મોકલ્યું છે.

  આ પણ વાંચોઃ-ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર! છેલ્લા સાત દિવસથી કોરોનાના કેસ 900થી વધુ, 14 દિવસ બાદ 24 કલાકમાં 20ના મોત

  આ પણ વાંચોઃ-કોરોનાએ કલાકારની કમર તોડી! અદભૂત કલાનો ખજાનો ધરાવતા કલાકાર સિક્યુરિટી ગાર્ડ બનવા મજબૂર

  આ પણ વાંચોઃ-સાચો કોરોના વોરિયર! ઓસ્ટ્રેલિયાના નાગરિક બનેલા અમદાવાદી ડોક્ટર અત્યારે સિવિલમાં કરે છે કોરોના દર્દીઓની સેવા

  ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટથી રામલલાના પક્ષમાં નિર્ણય આવ્યા બાદ દેશ-વિદેશના રામ ભક્તોમાં રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. પરંતુ કોરોના વાયરસ સંક્રમણ અને ચીન સાથે સીમા વિવાદના કારમે વડાપ્રધાન મોદીએ તરફથી સમય મળતો ન હતો.

  સવારે આઠ વાગ્યે શરૂ થશે કાર્યક્રમ
  સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી મોકલાવમાં આવેલી તારીખો 3 અને 5 ઓગસ્ટમાંથી પીએમ કાર્યાલયે એક તારીખ નક્કી કરી દીધી છે. તાજા જાણકારી પ્રમાણે 5 ઓગસ્ટે પીએમ મોદી અયોધ્યામાં શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે. ટ્રસ્ટ તરફી મળતી જાણકારી પ્રમાણે ભૂમિ પૂજન કાર્યક્રમ સવારે 8 વાગ્યાથી શરુ થઈ જશે. વડાપ્રધાન 11થી 1 વાગ્યા સુધી આ કાર્યક્રમમાં સામેલ રહેશે.
  Published by:ankit patel
  First published: