PM મોદીની રેલીમાંથી પરત ફરી રહેલા કોન્સ્ટેબલનું વિરોધ પ્રદર્શનના પથ્થરમારામાં મોત

  • Share this:
    ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પ્રદર્શન કરી રહેલા લોકોના પથ્થરમારામાં એક પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું છે. ગાઝીપુરમાં નોનહરા થાના વિસ્તારમાં કઠવામોડ પોલીસ સ્ટેશન પાસે આવેલું છે. મૃતક કોન્સ્ટેબલનું નામ સુરેશ વત્સ છે અને તે કરીમુદ્દીનપુર થાનામાં ફરજ પર હતા.

    અનામતની માગ કરી રહેલા નિષાદ સમાજના લોકો હિંસક પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસ પર પથ્થરમારા દરમિયાન સુરેશને ગંભીર ઇજા પહોંચી હતી બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે પોલીસે કોઇ નિવેદન આપ્યું નથી.





    પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતક કોન્સ્ટેબલ સુરેશ વડાપ્રધાન મોદીની રેલીમાં સુરક્ષા વ્યવસ્થામાં ડ્યૂટી નીભાવ્યા બાદ હિંસક પ્રદર્શન કરી રહેલા લોકોને હટાવવા માટે ગયા હતા.





    બીજી બાજુ સમગ્ર મામલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતક કોન્સ્ટેબલ સુરેશની પત્નીને રૂપિયા 40 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે. તથા તેની પત્નીને પેન્શન અને માતા-પિતા માટે 10 લાખ રૂપિયા સહાય તરીકે આપવાની જાહેરાત પણ કરી છે.
    Published by:Sanjay Vaghela
    First published: