ગુપ્તચર એજન્સીઓનો દાવો: પીએમ મોદી પર આત્મઘાતિ હુમલાનું આતંકીઓનું કાવતરું
મોદી આંતકવાદીઓના નિશાના પર
PM Modi News:દિવાળી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ખુફિયા એજન્સીઓએ મોટું અલર્ટ જાહેર કર્યું છે. ખુફિયા એજન્સીઓના અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈના નિશાના પર છે અને પીએમ મોદી પર આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પર હુમલો કરવા માટે આતંકવાદી રેલી અથવા રોડ શોમાં એન્ટ્રી લઈ શકે છે.
નવી દિલ્હી. દિવાળી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને ખુફિયા એજન્સીઓએ મોટું અલર્ટ જાહેર કર્યું છે. ખુફિયા એજન્સીઓના અનુસાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈના નિશાના પર છે અને પીએમ મોદી પર આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પર હુમલો કરવા માટે આતંકવાદી રેલી અથવા રોડ શોમાં એન્ટ્રી લઈ શકે છે.
હકીકતમાં ખુફિયા દસ્તાવેજોના હવાલાથી આ વાત સામે આવી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં આત્મઘાતી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ યુનિફોર્મમાં પણ આતંકવાદી પીએમ મોદીના સ્થળ પર આત્મઘાતી હુમલો કરી શકે છે. એટલું જ નહીં, લશ્કરના આતંકવાદીઓ કેટલાક સુરક્ષાકર્મીઓના સંપર્કમાં પણ છે. તમને જણાવી દઈએ કે આ અલર્ટ એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદી આગામી 1 સપ્તાહ દરમિયાન ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના પ્રવાસ પર છે.
ન્યૂઝ 18ની પાસે ખુફિયા એજન્સીઓના અલર્ટ કરતા દસ્તાવેજ છે. પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈએ લશ્કરને ભારતના તમામ મોટા નેતાઓને પોતાના નિશાના પર લેવાનો આદેશ આપ્યો છે.આમાં સૌથી મોટું નામ પીએમ મોદીનું છે. સૂત્રોએ જણાવ્યું કે પોલીસ વર્દીમાં આવેલા આ આતંકવાદીઓ પીએમ મોદી પર આત્મઘાતી હુમલો કરી શકે છે. ખુફિયા એજન્સીએ લશ્કર-એ-તૈયબાની વાતચીત રેકોર્ડ કરી છે, ત્યાર બાદ જ આ માહિતી સામે આવી છે. માનવામાં આવે છે કે આ એલર્ટ બાદ પીએમ મોદીની સુરક્ષા વધી શકે છે.
Published by:Priyanka Panchal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર