Home /News /national-international /ઠગ સુકેશનો વધુ એક 'લેટર બોમ્બ': સત્યેન્દ્ર જૈન અને તિહારના પૂર્વ ડીજી ધમકી આપી રહ્યા છે, કેજરીવાલ અંગે કહ્યું આવું

ઠગ સુકેશનો વધુ એક 'લેટર બોમ્બ': સત્યેન્દ્ર જૈન અને તિહારના પૂર્વ ડીજી ધમકી આપી રહ્યા છે, કેજરીવાલ અંગે કહ્યું આવું

ઠગ સુકેશનો વધુ એક 'લેટર બોમ્બ

મની લોન્ડ્રિંગ મામલે જેલમાં બંધ આરોપી મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અન્ય એક પત્રમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હી LGને પત્ર લખીને સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ ડીજી પર ગંભીર આરોપ લગાવ્યો છે અને પોતાના વકીલને એક પત્ર લખ્યો છે.

વધુ જુઓ ...
મની લોન્ડ્રિંગ મામલે જેલમાં બંધ આરોપી મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અન્ય એક પત્રમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુકેશ ચંદ્રશેખરે દિલ્હી LGને પત્ર લખીને સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ ડીજી પર ગંભીર આરોપ લગાવ્યો છે અને પોતાના વકીલને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશે આરોપ લગાવ્યો છે કે, દિલ્હી સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ DG તેને ધમકાવી રહ્યા છે. આ મામલે મહાઠગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અંગે પણ આક્ષેપ કર્યા છે.

સમાચાર એજન્સી ANI અનુસાર મહાઠગ સુકેશ ચંદ્રશેખરે પોતાના વકીલને લખેલ પત્રમાં ગંભીર આરોપ મુક્યો છે. સુકેશ ચંદ્રશેખરે આરોપ લગાવ્યો છે કે, જ્યારથી તેણે દિલ્હીના LG વિનય કુમાર સક્સેનાને પત્ર લખીને ફરિયાદ કરી છે, ત્યારથી સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ DG તેને ધમકાવી રહ્યા છે.

સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં જણાવ્યું છે કે, અરવિંદ કેજરીવાલજી તમે મને ટિકીટના બદલે પાર્ટીમાં રૂ.500 કરોડનું યોગદાન આપવા માટે 20-30 વ્યક્તિઓ લાવવા માટે મજબૂર શા માટે કર્યો? મહાઠગ સુકેશ ચંદ્રશેખરના વકીલે આ પત્રની પુષ્ટી કરી છે.

અગાઉ પણ લખ્યો હતો લેટર


સુકેશ ચંદ્રશેખરે અગાઉ દિલ્હીના ઉપરાજ્યપાલને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, આમ આદમી પાર્ટી (AAP)ના નેતા સત્યેન્દ્ર જૈને જેલમાં મારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વર્ષ 2019માં રૂ.10 કરોડ વસૂલ કર્યા હતા. સુકેશ ચંદ્રશેખર રૂ.200 કરોડના મની લોન્ડ્રિંગ મામલે મંડોલી જેલમાં બંધ છે. મહાઠગે પોતાના વકીલ અશોક સિંહના માધ્યમથી 8 ઓક્ટોબરના રોજ ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાને પત્ર લખીને ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા હતા.

ઉપરાજ્યપાલના કાર્યાલયના સૂત્રો અનુસાર કાર્યાલયને ચંદ્રશેખરનો પત્ર મળ્યો હતો. જરૂરી કાર્યવાહી માટે 18 ઓક્ટોરના રોજ દિલ્હી સરકારના મુખ્ય સચિવને પત્ર મોકલવામાં આવ્યો હતો. પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ચંદ્રશેખરને દક્ષિણી ક્ષેત્રમાં પાર્ટીમાં મહત્ત્વપૂર્ણ પોસ્ટ આપવા માટે અને રાજ્યસભા માટે નામાંકનમાં મદદ માટે આમ આદમી પાર્ટીને રૂ.50 કરોડથી વધુ રૂપિયા આપવામાં આવ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2017માં ‘બે પત્તી ચૂંટણી ચિહ્ન ભ્રષ્ટાચાર મામલે’ ધરપકડ બાદ તેને તિહાર જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. સત્યેન્દ્ર જૈને આ મામલે તેની સાથે મુલાકાત કરી હતી અને તે સમયે તેઓ જેલ વિભાગના મંત્રી હતા. તિહાર જેલનું સંચાલન દિલ્હી સરકારનો કારાગાર વિભાગ કરે છે.

ચંદ્રશેખરે અન્ય આરોપ મુક્યો છે કે, ત્યારબાદ વર્ષ 2019માં સત્યેન્દ્ર જૈન અને તેમના સચિવ તથા તેમના અંગત મિત્ર સુશીલે ફરી એકવાર જેલમાં મારી સાથે મુલાકાત કરી હતી. મને જેલમાં સુરક્ષિત રાખવા તથા પાયાની સુવિધા આપવા માટે દર મહિને રૂ.2 કરોડ આપવાનું કહ્યું હતું.

પત્રમાં આરોપ મુકતા વધુ જણાવવામાં આવ્યું હતું કે, આ પ્રકારે સત્યેન્દ્ર જૈનને કુલ રૂ.10 કરોડ અને જેલ મહાનિદેશક સંદીપ ગોયલને (હાલમાં બદલી કરવામાં આવેલ છે.) રૂ.12.50 કરોડ આપ્યા હતા. સુકેશ ચંદ્રશેખરે આ તમામ જાણકારી ઈડીને આપી હતી.

સુકેશ ચંદ્રશેખરે આ આરોપ મુક્યા બાદ આમ આદમી પાર્ટી નેતા અને ભારતીય જનતા પાર્ટીના નેતા વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું છે. ભાજપે દિલ્હીના સત્તાધારી પાર્ટી આપને ‘મહાઠગ’ કરાર આપ્યો છે. ઉપરાંત આરોપ મુક્યો છે કે, એક ઠગ પાર્ટીએ ઠગને ઠગી લીધો. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુકેશ ચંદ્રશેખરના આરોપને નકારી દીધા છે અને જણાવ્યું છે કે, મોરબીની દુર્ઘટના પરથી ધ્યાન હટાવવા માટે આ બધુ કરવામાં આવી રહ્યું છે.
First published:

Tags: Aaam Aadmi Party, Satyendra Jain, Sukesh Chandrashekhar Case

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन