દિવ્યાએ ટ્વિટર એકાઉન્ટ કર્યુ ડિલીટ, શું છોડી રહી છે કોંગ્રેસ?

દિવ્યા સ્પંદના રામ્યા (Twitter)

નિર્મલા સીતારમણને શુભેચ્છા પાઠવ્યા બાદ ટ્વિટરથી ગાયબ થઈ દિવ્યા!

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : મોદી સરકાર-2માં નાણા મંત્રી બનેલી નિર્મલા સીતારમણને શુભેચ્છાઓ આપ્યાના બે દિવસ બાદ જ કોંગ્રેસ પ્રવક્તા દિવ્યા સ્પંદનાનું સોશિયલ મીડિયા હેન્ડલ ગાયબ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવ્યાએ જાતે પોતાનું એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. હવે તેમનું પ્રોફાઇલ પેજ ઓપન કરતાં દેખાય છે- આ એકાઉન્ટ હવે નથી. એવામાં એવી અટકળો થઈ રહી છે કે શું કોંગ્રેસની હાર બાદ દિવ્યાની સ્પંદના પાર્ટીના સોશિયલ મીડિયા હેડનું પદ છોડી રહી છે?

  હાલ આ બાબતે કોંગ્રેસ તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી, દિવ્યા સ્પંદનાએ પણ તેની વિશે કંઈ કહ્યું નથી, પરંતુ તેઓએ કોંગ્રેસ છોડવાની વાત ફગાવી દીધી છે.

  દિવ્યાએ સીતારમણને અભિનંદન તો આપ્યા હતા સાથોસાથ નિશાન પણ સાધ્યું હતું. સ્પંદનાએ કહ્યું કે એક મહિલા તરીકે આ ગર્વનો સમય છે. તેઓએ ગબડી રહેલા જીડીપીના સંદર્ભમાં પણ ટિપ્પણી કરી.

  સીતારમણને શું લખ્યું હતું દિવ્યાએ?

  શનિવારે સ્પંદનાએ લખ્યું હતું કે, વર્ષ 1970માં ઈન્દિરા ગાંધીજી બાદ આપે મહિલા તરીકે નાણા મંત્રીનું પદ સંભાળ્યું. તેના માટે શુભેચ્છા નિર્મલા સીતારમણ. જીડીપીની હાલત સારી નથી. મને આશા છે કે આપ અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરશો. આપને અમારું સમર્થન છે. શુભકામનાઓ.

  એક મહિના સુધી ટીવી ડિબેટમાં નહીં જાય કોંગ્રે પ્રવક્તા

  આ પહેલા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે પાર્ટીના પ્રવક્તા આગામી એક મહિના સુધી ટીવી ડિબેટ્સમાં નહીં જાય. તેઓએ ટ્વિટ કરી કહ્યું હતું કે, કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે તેઓ પોતાના પ્રવક્તાઓને એક મહિના સુધી ટીવી ચેનલોના કાર્યક્રમમાં સામેલ થવા માટે નહીં મોકલે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે દિવ્યાનું ટ્વિટર પર દેખાવું પણ તે આદેશનો હિસ્સો હોઈ શકે છે.

  સમાચાર એજન્સી એએનઆઈ મુજબ, કોંગ્રેસની મીડિયા વિંગે આ મુદ્દે કંઈ નથી કહ્યું. બીજી તરફ, સ્પંદનાએ કોંગ્રેસ છોડવાના અહેવાલોને ફગાવી દીધા છે.

  આ પણ વાંચો, ગૃહ મંત્રી બનતાં જ આ મુદ્દાનો ઉકેલ શોધવામાં લાગ્યા અમિત શાહ
  Published by:Mrunal Bhojak
  First published: