"જયારે દેશ રડી રહ્યો હતો, ત્યારે પીએમ ફોટોશૂટ કરાવતા હતા"

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા

કોંગ્રેસના પ્રવક્તા સુરજેવાલાએ કહ્યું કે હુમલા બાદ મોદી અને શાહે રાષ્ટ્રીય શોકની ઘોષણા પણ ન કરી, જેથી તેમની રેલીઓ અને રાજનૈતિક કાર્યક્રમો રોકાય નહિ !

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પુલવામા એટેક ઉપર કોંગ્રેસે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પુલવામા હુમલાને લઈને રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું હતું કે, 'પીએમ મોદી અને અમિત શાહ માત્ર આ ઘટનાનો રાજનૈતિક ફાયદો જ ઉઠાવતા રહ્યા। તેમણે રાષ્ટ્રીય શોકની જાહેરાત પણ ન કરી !"

  કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, " જયારે દેશ બપોરે થયેલા પુલવામાં હુમલાના શહીદોના મૃત્યુ ઉપર આંસુ સારી રહ્યો હતો ત્યારે વડાપ્રધાન મોદી સાંજ સુધી જિમ કોર્બેટ પાર્કમાં ફોટોશૂટમાં વ્યસ્ત હતા. સમગ્ર વિશ્વમાં ક્યાંય આવા વડાપ્રધાન છે ? મારી પાસે તેમના આ આચરણ માટેના કોઈ શબ્દો રહ્યા નથી"

  તેમણે કહ્યું હતું કે જે સમયે દેશ શહીદોના શરીરના ક્ષત-વિક્ષત દેહના ટુકડાને ભેગા કરી રહ્યો હતો ત્યારે પીએમ મોદી ખુદના નામના નારાઓ લગાવડાવી રહ્યા હતા અને અમિત શાહ રેલીમાં કોંગ્રેસ ઉપર હુમલો કરવામાં વ્યસ્ત હતા

  સુરજેવાલાએ કહ્યું કે હુમલા બાદ મોદી અને શાહે 'રાષ્ટ્રીય શોક' ની પણ ઘોષણા ન કરી, કારણ તેમની રેલીઓ અને રાજનૈતિક કાર્યક્રમો રોકાય ન જાય !

  કોંગ્રેસે પીએમ મોદીના દક્ષિણ કોરિયાના પ્રવાસ ઉપર પણ સવાલો ઉઠાવ્યા। આ સાથે સુરજેવાલાએ એમ પણ કહ્યું કે પીએમ મોદી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના પરિવારજનોને પણ રાહ જોવડાવતાં રહ્યા

  સુરજેવાલાએ કાશ્મીરમાં વધેલી અસ્થિરતા ઉપર સવાલ ઉઠાવવાની સાથે પુલવામા એટેક ઉપર સરકાર સામે સવાલો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદીઓ પાસે આટલી મોટી માત્રામાં આરડીએક્સ અને રોકેટ લોન્ચર આવ્યા કઈ રીતે ? જો સીઆરપીએફના જવાનોની તહેનાતીમાં વાર થાય તેમ હતું તો તેમને એરલિફ્ટ શા માટે ન કાર્ય ? જૈશ-એ-મોહમ્મદ દ્વારા ચલાવવામાં આવેલા ધમકીયુક્ત વિડિઓ સંબંધે આંખ આડા કાન કેમ કરવામાં આવ્યા ?
  Published by:Azhar Patangwala
  First published: