Home /News /national-international /Congress Working Committee : CWC ની બેઠકમાં રાજીનામું નહીં આપે સોનિયા, રાહુલ અને પ્રિયંકા, કોંગ્રેસે જાહેર કર્યું નિવેદન

Congress Working Committee : CWC ની બેઠકમાં રાજીનામું નહીં આપે સોનિયા, રાહુલ અને પ્રિયંકા, કોંગ્રેસે જાહેર કર્યું નિવેદન

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે સાંજે ચાર કલાકે સીડબલ્યુસીની બેઠક બોલાવી છે

Congress Working Committee - કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે સાંજે ચાર કલાકે સીડબલ્યુસીની બેઠક બોલાવી છે. આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે કોંગ્રેસનો પાંચ રાજ્યોમાં પરાજય થયો છે

નવી દિલ્હી : કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (rahul gandhi)અને પ્રિયંકા ગાંધી વાડ્રા (priyanka gandhi)રવિવારે યોજાનારી કોંગ્રેસ કાર્ય સમિતિની (Congress Working Committee)બેઠકમાં રાજીનામું આપશે નહીં. કોંગ્રેસના (Congress)પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ શનિવારે કહ્યું કે કથિત રાજીનામાના સમાચાર અજ્ઞાત સ્ત્રોતો પર આધારિત છે અને તે પુરી રીતે અનુચિત અને ખોટા છે. હાલમાં યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કારમાં પરાજય પછી કોંગ્રેસ કાર્ય સમિતિની (સીડબલ્યુસી) બેઠક રવિવારે યોજાશે. જેમાં પરાજયની સમીક્ષા માટે અને આગળની રણનિતી માટે ચર્ચા કરવામાં આવશે.

રવિવારે CWC ની બેઠક

સૂત્રોએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે સાંજે ચાર કલાકે સીડબલ્યુસીની બેઠક બોલાવી છે. આ બેઠક એવા સમયે થઇ રહી છે જ્યારે કોંગ્રેસે પંજાબમાં સત્તા ગુમાવી છે અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં પણ કારમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે.

CWC મિટિંગમાં ઉઠી શકે છે સંગઠનમાં જરુરી ફેરફારનો મુદ્દો

સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ કાર્ય સમિતિમાં સામેલ જી-23 ના નેતા CWC ની બેઠકમાં ચૂંટણી હારનો મુદ્દો અને પાર્ટી સંગઠનમાં જરૂરી ફેરફાર અને જવાબદારી સુનિશ્ચિત કરવાની પોતાની જૂની માંગણી ઉઠાવી શકે છે. જી-23 ના સમૂહના પ્રમુખ સદસ્ય ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા કોંગ્રેસ કાર્ય સમિતિમાં સામેલ છે.

આ પણ વાંચો - ગોવામાં કોંગ્રેસને હરાવવામાં મમતા બેનરજીએ ભાજપાને મદદ કરી, અધીર રંજન ચૌધરીનો TMC પર પ્રહાર

કોંગ્રેસના જી-23 સમૂહમાં સામેલ નેતાઓએ ઓગસ્ટ 2020માં પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં સક્રિય અધ્યક્ષ અને સંગઠનમાં ફેરફાર કરવાની માંગણી કરી હતી. આ સમૂહના બે નેતા જિતિન પ્રસાદ અને યોગાનંદ શાસ્ત્રી હવે કોંગ્રેસ છોડી ચૂક્યા છે.

11 માર્ચે પાર્ટીના જી-23 નેતાઓએ કરી હતી બેઠક

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી પાર્ટીના જી-23 સમૂહના ઘણા નેતાઓએ શુક્રવારે બેઠક કરી હતી. જેમાં આગળની રણનીતિને લઇને ચર્ચા કરી હતી. ગુલામ નબી આઝાદના આવાસ પર થયેલી બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારી સામેલ થયા હતા.

કોંગ્રેસ નેતાએ કહ્યું- લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ

AICC ના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.નારાયણને કહ્યું કે લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ. કારણ કે ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે જનતાનો વિશ્વાસ રાહુલ (rahul gandhi)અને પ્રિયંકા (priyanka gandhi)મેળવી શક્યા નથી. વી.નારાયણને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કુપ્રબંધનના કારણે જ પાર્ટીએ પંજાબમાં આમ આદમી પાર્ટી સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. વી.નારાયણને કહ્યું કે પોતાના સારા ઇરાદા હોવા છતા રાહુલ ગાંધી છેલ્લા 20 વર્ષોમાં કોંગ્રેસ માટે કશું પણ મેળવી શક્યા નથી અને જનતાએ તેમનો સ્વીકાર કર્યો નથી. આ સિવાય ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડાઇમાં પાર્ટીની પ્રભારી તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ કોઇ અસર બતાવી શકી નથી.
First published:

Tags: Cwc meeting, Sonia Gandhi

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો