નવી દિલ્હી : કોંગ્રેસ (Congress)સાંસદ રાહુલ ગાંધીએ (Rahul Gandhi)ફરીથી પાર્ટી અધ્યક્ષ બનવાની વરિષ્ઠ નેતાઓની વિનંતી પર કહ્યું કે તે વિચાર કરશે. કોંગ્રેસ કાર્ય સમિતિની (Congress Working Committee)શનિવારે યોજાયેલી બેઠકમાં વરિષ્ઠ નેતાઓએ રાહુલ ગાંધીને અપીલ કરી કે તે ફરીથી અધ્યક્ષ પદની બાગડોર સંભાળી લે. તેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું કે હું વિચાર કરીશ. આટલું જ નહીં કેટલાક નેતાઓએ એ પણ કહ્યું કે ચૂંટણી સુધી તેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે. સમાચાર એજન્સી એએનઆઈએ પોતાના સૂત્રના હવાલાથી આ જાણકારી આપી છે. બેઠક દરમિયાન રાહુલે એ વાત પણ ભાર આપ્યો તે તેમને પાર્ટી નેતાઓથી વિચારધારાના સ્તર પર સ્પષ્ટતાની જરૂરત છે.
સોનિયા ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ (Sonia Gandhi)સીડબલ્યુસીની બેઠકમાં (CWC) કિસાન આંદોલન, લખીમપુર ખીરી હિંસા, મોંઘવારી, વિદેશ નીતિ અને ચીનની આક્રમકતાના મુદ્દાને લઇને નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, "મોદી સરકારનો એકમાત્ર એજેન્ડા છે, વેચો, વેચો વેચો." સોનિયા ગાંધીએ બેઠક દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં થયેલી હત્યાઓની નિંદા કરી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે, "જમ્મુ-કાશ્મીરમાં લઘુમતિઓને નિશાન બનાવીને કરવામાં આવી રહેલી હત્યાની નિંદા કરીએ છીએ."
કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં સોનિયા ગાંદીએ શનિવારે જી-23 નેતાઓને નિશાને લીધા હતા. સોનિયા ગાંધીએ CWCની બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી કરવી, G-23 નેતાઓની ભાષણબાજી સહિત અનેક મુદ્દાની વાત રાખી હતી. સોનિયા ગાંધીએ કહ્યું કે, "હું જાણું છું કે હું વચગાળાની પ્રમુખ છું. હું પહેલા પણ ચૂંટણી કરાવવા માંગતી હતી પરંતુ કોરોનાને પગલે આવું થઈ શક્યું ન હતું. હવે પાર્ટી સંગઠનની ચૂંટણી માટે શિડ્યૂલ જાહેર કરવામાં આવશે." તેમણે વધુમાં કહ્યું કે, "પૂર્ણ સંગઠનાત્મક ચૂંટણી કાર્યક્રમ વિશે મહાસચિવ વેણુગોપાલ જી તમને આખી પ્રોસેસ જણાવશે."
સોનિયા ગાંધીએ G-23 નેતાએને સંદેશ આપતા કહ્યું કે, "હું પાર્ટી નેતાઓ સાથે ખુલ્લા દિલથી વાત કરું છું. મારી સાથે મીડિયા મારફતે વાત કરવાની જરૂર નથી." સોનિયા ગાંધીએ G-23 નેતાઓને આકરો જવાબ આપતા કહ્યું કે, "જો તમે મને બોલવાની મંજૂરી આપો તો હું જ કોંગ્રેસની પૂર્ણકાલિન અને કાર્યશીલ અધ્યક્ષ છું."
સોનિયા ગાંધીએ આપ્યો પાર્ટીને મજબૂત રાખવાનો મંત્ર
સોનિયા ગાંધીએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. તેમણે સંગઠનાત્મક ચૂંટણીનો હવાલો આપતા કહ્યું કે આખું સંગઠન ઇચ્છે છે કે કોંગ્રેસ ફરીથી મજબૂત થાય. જોકે આ માટે જરૂરી છે કે એકજુટતા હોય અને પાર્ટીના હિતને સર્વોચ્ચ રાખવામાં આવે. આ બધાની ઉપર આત્મનિયંત્રણ અને અનુશાસનની જરૂર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર