Home /News /national-international /

Congress Working Committee meeting : કોંગ્રેસ CWC ની બેઠક ખતમ, પાર્ટી અધ્યક્ષ માટે ચૂંટણીની તારીખની થઇ શકે છે જાહેરાત

Congress Working Committee meeting : કોંગ્રેસ CWC ની બેઠક ખતમ, પાર્ટી અધ્યક્ષ માટે ચૂંટણીની તારીખની થઇ શકે છે જાહેરાત

કોંગ્રેસ (Congress)પાર્ટીએ આત્મમંથન કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની (Congress Working Committee)બેઠક બોલાવી

Congress Working Committee meeting updates - આ બેઠક પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું- રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ બનવું જોઈએ

    નવી દિલ્હી : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ (Congress)પાર્ટીએ આત્મમંથન કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની (Congress Working Committee)બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કરી હતી. માનવામાં આવે છે કે બેઠક પછી હવે કોંગ્રેસના પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અધ્યક્ષ પદ માટે ચૂંટણીની જાહેરાત કરી શકે છે. જોકે હાલ આ સંબંધમાં કોઇ તારીખને લઇને વાત કરવામાં આવી નથી.

    આ બેઠક પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ બનવું જોઈએ. છેલ્લા ત્રણ દાયકાથી ગાંધી પરિવારથી કોઇ પીએમ કે મંત્રી બન્યું નથી. એ સમજવું ઘણું જરૂરી છે કે કોંગ્રેસની એકતા માટે ગાંધી પરિવાર ઘણો મહત્વપૂર્ણ છે. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે. એકસમયે બીજેપી પાસે 542માંથી ફક્ત 2 સીટો હતી. લોકો ગુમરાહ થઇ રહ્યા છે કારણ કે ભાજપા ફક્ત ધર્મની રાજનીતિ કરે છે. આજે નહીં તો કાલે દેશવાસીઓને આ વાત સમજમાં આવશે. ઇન્દીરા ગાંધીએ પોતાનો જીવ આપી દીધો હતો પણ ખાલિસ્તાન બનવા દીધું ન હતું.

    આ પહેલા એવા સમાચાર હતા કે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી (rahul gandhi)અને પ્રિયંકા ગાંધી વાડ્રા (priyanka gandhi)કોંગ્રેસ કાર્ય સમિતિની (Congress Working Committee)બેઠકમાં રાજીનામું આપશે નહીં. જોકે કોંગ્રેસના (Congress)પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ આરોપોને ફગાવી દીધા હતા. રણદીપ સુરજેવાલાએ શનિવારે કહ્યું હતું કે કથિત રાજીનામાના સમાચાર અજ્ઞાત સ્ત્રોતો પર આધારિત છે અને તે પુરી રીતે અનુચિત અને ખોટા છે.

    આ પણ વાંચો - ગોવામાં કોંગ્રેસને હરાવવામાં મમતા બેનરજીએ ભાજપાને મદદ કરી, અધીર રંજન ચૌધરીનો TMC પર પ્રહાર

    11 માર્ચે પાર્ટીના જી-23 નેતાઓએ કરી હતી બેઠક

    પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી પાર્ટીના જી-23 સમૂહના ઘણા નેતાઓએ શુક્રવારે બેઠક કરી હતી. જેમાં આગળની રણનીતિને લઇને ચર્ચા કરી હતી. ગુલામ નબી આઝાદના આવાસ પર થયેલી બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારી સામેલ થયા હતા.

    કોંગ્રેસ નેતાએ કહ્યું- લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ

    AICC ના સભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી.નારાયણને કહ્યું કે લીડરશિપ માટે ગાંધી પરિવારે સ્થાન ખાલી કરી દેવું જોઈએ. કારણ કે ચૂંટણીના પરિણામોથી સ્પષ્ટ છે કે જનતાનો વિશ્વાસ રાહુલ (rahul gandhi)અને પ્રિયંકા (priyanka gandhi)મેળવી શક્યા નથી. વી.નારાયણને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કુપ્રબંધનના કારણે જ પાર્ટીએ પંજાબમાં આમ આદમી પાર્ટી સામે પરાજયનો સામનો કરવો પડ્યો છે. વી.નારાયણને કહ્યું કે પોતાના સારા ઇરાદા હોવા છતા રાહુલ ગાંધી છેલ્લા 20 વર્ષોમાં કોંગ્રેસ માટે કશું પણ મેળવી શક્યા નથી અને જનતાએ તેમનો સ્વીકાર કર્યો નથી. આ સિવાય ઉત્તર પ્રદેશમાં ચૂંટણી લડાઇમાં પાર્ટીની પ્રભારી તેમની બહેન પ્રિયંકા ગાંધી પણ કોઇ અસર બતાવી શકી નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: CWC, Cwc meeting, Sonia Gandhi

    આગામી સમાચાર