Home /News /national-international /Congress Working Committee meeting : કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્ રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય
Congress Working Committee meeting : કોંગ્રેસના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધી યથાવત્ રહેશે, 4 કલાક ચાલેલી બેઠકમાં કરવામાં આવ્યો નિર્ણય
કોંગ્રેસની CWC ની મિટિંગ મળી હતી
CWC meeting - સૂત્રોએ કહ્યું કે બેઠકમાં સામેલ થનાર લગભગ બધા નેતાઓની એ વાત પર સહમતિ બની કે સોનિયા ગાંધીએ અધ્યક્ષ બન્યા રહેવું જોઈએ
નવી દિલ્હી : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય પછી કોંગ્રેસ (Congress)પાર્ટીએ આત્મમંથન કરવા માટે કોંગ્રેસ વર્કિંગ કમિટીની (Congress Working Committee)બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા સોનિયા ગાંધી (Sonia Gandhi) એ કરી હતી. ચાર કલાક ચાલેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે સોનિયા ગાંધી પાર્ટીના અધ્યક્ષ તરીકે યથાવત્ રહેશે અને પાર્ટીનો કોઇ સભ્ય રાજીનામું આપશે નહીં.
સૂત્રોના મતે બેઠકમાં સોનિયાએ ગાંધીએ કહ્યું કે કેટલાક લોકોને લાગે છે કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન માટે ગાંધી પરિવાર જવાબદાર છે અને જો આમ છે તે સંગઠનની સફળતા સુનિશ્ચિત કરવા માટે કોઇપણ બલિદાન કરવા માટે તૈયાર છે. સૂત્રોએ કહ્યું કે બેઠકમાં સામેલ થનાર લગભગ બધા નેતાઓની એ વાત પર સહમતિ બની કે સોનિયા ગાંધીએ અધ્યક્ષ બન્યા રહેવું જોઈએ. સૂત્રોના મતે રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવે એ વાતની સંભાવના ઘણી ઓછી છે.
કોંગ્રેસની એકતા માટે ગાંધી પરિવાર ઘણો મહત્વપૂર્ણ છે - અશોક ગેહલોત
આ બેઠક પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ બનવું જોઈએ. છેલ્લા ત્રણ દાયકાથી ગાંધી પરિવારથી કોઇ પીએમ કે મંત્રી બન્યું નથી. એ સમજવું ઘણું જરૂરી છે કે કોંગ્રેસની એકતા માટે ગાંધી પરિવાર ઘણો મહત્વપૂર્ણ છે. ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે. એકસમયે બીજેપી પાસે 542માંથી ફક્ત 2 સીટો હતી. લોકો ગુમરાહ થઇ રહ્યા છે કારણ કે ભાજપા ફક્ત ધર્મની રાજનીતિ કરે છે. આજે નહીં તો કાલે દેશવાસીઓને આ વાત સમજમાં આવશે. ઇન્દીરા ગાંધીએ પોતાનો જીવ આપી દીધો હતો પણ ખાલિસ્તાન બનવા દીધું ન હતું.
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પરાજય પછી પાર્ટીના જી-23 સમૂહના ઘણા નેતાઓએ શુક્રવારે બેઠક કરી હતી. જેમાં આગળની રણનીતિને લઇને ચર્ચા કરી હતી. ગુલામ નબી આઝાદના આવાસ પર થયેલી બેઠકમાં કપિલ સિબ્બલ, આનંદ શર્મા અને મનીષ તિવારી સામેલ થયા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર