કૉંગ્રેસમાં કાલે ‘મહામંથન’, સોનિયા ગાંધીની મદદ માટે નિયુક્ત થઈ શકે છે બે ઉપાધ્યક્ષ

કૉંગ્રેસમાં કાલે ‘મહામંથન’, સોનિયા ગાંધીની મદદ માટે નિયુક્ત થઈ શકે છે બે ઉપાધ્યક્ષ
સોનિયા ગાંધીના હાથ નીચે કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાઓને સોંપાઈ શકે છે ઉપાધ્યક્ષની જવાબદારી

સોનિયા ગાંધીના હાથ નીચે કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાઓને સોંપાઈ શકે છે ઉપાધ્યક્ષની જવાબદારી

 • Share this:
  પલ્લવી ઘોષ, નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા છેલ્લા અનેક દિવસોથી કૉંગ્રેસ કાર્યસમિતિ (CWC)ની બેઠકની તૈયારી કરી રહ્યા છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટી (Congress Meeting)ની આ બેઠક હવે હેકિંગના ડરથી ઝૂમ એપને બદલે વેબ એક્સ પર થશે. અગાઉ સોનિયા ગાંધી (Sonia Gandhi)એ રાજ્યસભા સાંસદો સાથે મુલાકાત કરી હતી, આ ઘટનાને એક ખરાબ અનુભવ કરાવ્યો હતો. તેથી આ વખતે કૉંગ્રેસ આવી કોઈ તક આપવા નથી માંગતી. આ વખતે બેઠકના ઠીક પહેલા તેમાં ભાગ લેનારા કાર્યકર્તાઓને અને નેતાઓને આઈડી પૂરા પાડવામાં આવશે.

  લીક કે હેકિંગનો આ ડર ચીન, પાકિસ્તાન કે ત્યાં સુધી કે બીજેપીથી નથી. આ ડર પાર્ટીની અંદરના લોકોથી જ છે. કૉંગ્રેસ નેતૃત્વ સંકટનો સામનો કરી રહ્યું છે. એવા સમયે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જે અંતિમ બાબત ઈચ્છે છે, તે એ છે કે તેઓ આંતરિક સંઘર્ષને જાહેર કરવા માંગે છે. જોકે, બેઠક આયોજીત કરવાના સાધનોમાં પરિવર્તન તે સંકટ પર વિરામ નથી લગાવી શકતું જે CWCમાં ઉઠી શકે છે. સૌથી મોટી સમસ્યા નેતૃત્વની છે.  આ પણ વાંચો, કૉંગ્રેસમાં પરિવર્તનની માંગે જોર પકડ્યું, 23 દિગ્ગજ નેતાઓએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર

  મોટાભાગના નેતાઓએ અંગત રીતે અને કેટલાકે સાર્વજનિક રીતે ફરિયાદ કરી છે કે કૉંગ્રેસ પોતાની છાપ ગુમાવી ચૂકી છે. તે મોદી સામે ન લડી શકે. કૉંગ્રેસના અનેક વરિષ્ઠ નેતા અનેકવાર આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરે છે કે પાર્ટીમાં આ શું થઈ રહ્યું છે.

  CWCમાં શક્ય છે કે, રાહુલ ગાંધીના પદભાર ગ્રહણ કરવા માટે અનેક નેતા અવાજ ઉઠાવે. શક્ય છે કે એ સ્પષ્ટ થઈ જાય કે સોનિયા ગાંધી જવાબદારી સોંપવા માંગે છે. પરંતુ જો તેઓ અડગ રહે છે તો શું થશે? આ એક પ્રસ્તાવ છે જેને લાગુ કરવામાં આવી શકે છે.

  આ પણ વાંચો, સોનું વેચતી વખતે તમારે કેટલો આપવો પડશે ટેક્સ? જાણો તેના વિશે બધું જ

  સોનિયા ગાંધીની સહાયતા માટે બેથી વધુ ઉપાધ્યક્ષોની નિયુક્તિ પણ થઈ શકે છે. આ તે ચિંતાને દૂર કરવા માટે છે કે કૉંગ્રેસના પૂર્ણકાલિન અધ્યક્ષની જરૂર છે. પરંતુ આ પ્રકારની નિયુક્તિ એવું પણ સુનિશ્ચિત કરી શકે છે કે પાર્ટીનું નેતૃત્વ ગાંધી પરિવારના જ કોઈ એકના હાથમાં રહે. આ મામલામાં તે સોનિયા ગાંધી હશે. નવા ઉપાધ્યક્ષ માટે જે નામ સામે આવ્યા છે તેમાં ગુલાબ નબી આઝાદ, પી. ચિદંબરમ અને મલ્લિકાર્જુન ખડગે છે, પરંતુ એ ઘણે અંશે શક્ય છે કે, એક યુવા નેતાની પણ પસંદગી કરવામાં આવે.
  Published by:Mrunal Bhojak
  First published:August 23, 2020, 13:54 pm

  टॉप स्टोरीज