પૂર્વ ઉત્તર પ્રદેશની કમાન મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ લખનઉમાં પોતાની પ્રથમ રેલીથી જ દેખાડી દીધું કે તે પોલીટિક્સમાં આવી ગઇ છે. અહીં તેણીએ મેગા રોડ શો કર્યો જેમાં તેની સાથે રાહુલ ગાંધી પણ સાથે હતા. પોલિટિક્સમાં આવ્યા બાદ પ્રિયંકા ગાંધીની આ પ્રથમ રાજકીય પ્રવાસ હતો.
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ પ્રમાણે કેટલાક લોકોએ 47 વર્ષિય પ્રિયંકામાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની છબી દેખાઇ હોવાનો દાવો કર્યો છે. મતદાતાઓને આકર્ષવા માટે પ્રિયંકા સક્ષમ છે. તે પોતાના ભાષણથી મતદાતાઓને પ્રભાવિત કરે છે. કોંગ્રેસને આશા છે કે પ્રિયંકા મતદાતાઓનું મુળ બદલવામાં સક્ષમ છે. તેની એન્ટ્રીથી ઉત્તરપ્રદેશમાં રાજકારણ ગરમાયું છે.
પ્રિયંકાના રોડ શોમાં જોડાયેલા 45 વર્ષિય ફુજેલ અહમદ ખાને કહ્યું કે પ્રિયંકાની રાજનીતિમાં એન્ટ્રી ઇન્દિરા ગાંધીની વાપસી જેવું છે, યુપીના ખેડૂતો ઇચ્છે છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન બને અને પ્રિયંકા રાજ્યની મુખ્યમંત્રી બને. ઇન્દિરા ગાંધી ભારતની એક માત્ર મહિલા વડાપ્રધાન અને આયરન લેડીના રૂપમાં ઓળખાતી હતી. જો કે 1975માં ઇમરજન્સી લાગવાથી તેમની ખૂબ આલોચના થઇ હતી. તો ભાજપે પ્રિયંકાની નિયુક્તિ પર કોંગ્રેસની વંશવાદી રાજનીતિ ગણાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર