ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાના વિરોધમાં એક કોંગ્રેસ કાર્યકર્તાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. દિલ્હીમાં કોંગ્રેસના કાર્યાલયની સામે આ કાર્યકર્તાને ઝાડ પર ફાંસી લગાવતો જોઈ લોકોના શ્વાસ અટકી ગયા. મહામહેનતે કાર્યકર્તાને નીચે ઉતારવામાં આવ્યો. કોંગ્રેસ કાર્યકર્તાનું કહેવું છે કે, રાહુલ ગાંધી રાજીનામું પરત નહીં લે તો હું ફાંસીએ લટકીને જીવ આપી દઈશ.
નોંધનીય છે કે, રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆતના વિરોધમાં સતત પ્રદર્શન પણ થઈ રહ્યા છે. છેલ્લા અનેક દિવસોથી કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર કોંગ્રેસ કાર્યકર્તા ધરણા પર છે અને રાહુલ ગાંધી પાસે રાજીનામું પરત લેવાની માંગ કરી રહ્યા છે.
Delhi: A Congress worker attempted suicide by trying to hang himself outside Congress Office. He says, "Rahul Gandhi should take back his resignation else I will hang myself." pic.twitter.com/AhoClvzEPk
લોકસભા ચૂંટણી બાદ રાજીનામાની રજૂઆત કરનારા રાહુલ ગાંધી ફરી એકવાર રાજીનામું આપવા અંગે મક્કમ થયા છે. રાહુલ ગાંધીએ ફરી સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ જવાબદારી નહીં સંભાળે. યૂપીએની અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાનીમાં બુધવારે કોંગ્રેસના લોકસભા સાંસદોની બેઠક થઈ. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં કોંગ્રેસના 51 સાંસદોએ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને રાજીનામું પરત લેવાની વિનંતી કરી. સૂત્રો મુજબ, રાહુલે આવું કરવાનો ઇનકાર કરી દીધો છે. રાહુલ ગાંધીએ પાર્ટી સાંસદોને સ્પષ્ટ કહ્યું છે કે હવે તેઓ કોંગ્રેસના અધ્યક્ષ નથી રહેવા માંગતા. પાર્ટીએ નવા અધ્યક્ષ જલદીથી શોધી લેવા પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર