ન્યૂઝ 18 ગુજરાતી : લોકસભાની ચૂંટણીમાં સમગ્ર દેશમાં કારમી હાર મેળવ્યા બાદ કોંગ્રેસ માટે કર્ણાટકથી સારા સમાચાર આવ્યા છે. કર્ણાટકમાં યોજાયેલી નગર નિગમની ચૂંટણીઓમાં કોંગ્રેસે 500 બેઠકો પર જીત મેળવી છે. જોકે, આ ચૂંટણી લોકસભાની ચૂંટણી દરમિયાન 29મી એપ્રીલે યોજાઈ હતી પરંતુ તેના પરિણામ આજે જાહેર થયા છે. કર્ણાટકના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ બેઠકો જીતી અને કોંગ્રેસે સફળતા પ્રાપ્ત કરી છે.
કર્ણાટકની લોકસભાની બેઠકો પર કોંગ્રેસ-જેડીએસની યુતીનો પરાજય થયો હતો તેમ છતાં સ્થાનિક કક્ષાએ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો છે. રાજ્યની જુદી જુદી નગર પાલિકાઓની ચૂંટણીમાં કુલ 1361 બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકોમાંથી 500થી વધુ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે.
કર્ણાટકમાં આ ચૂંટણી 1361 વોર્ડમાં આઠ નગર નિગમ, 33 શહેરી નગર નિગમ અને 22 નગર પંચાયતો તેમજ 202 ગ્રામ પંચાયતોમાં થઈ હતી. ઉલ્લેખનીય છે કે કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં પણ 27 બેઠકોમાંથી કોંગ્રેસે 17 બેઠકો પર જીત મેળવી હતી. ભારતીય જનતા પાર્ટીએ 27માંથી 10 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થયા બાદ પહેલાં સારા સમાચાર આવ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર