CAA પર મિટિંગ પહેલા જ વિપક્ષી એકતામાં તિરાડ, મમતા-માયા બાદ AAP-શિવસેના રહેશે દૂર

News18 Gujarati
Updated: January 13, 2020, 12:16 PM IST
CAA પર મિટિંગ પહેલા જ વિપક્ષી એકતામાં તિરાડ, મમતા-માયા બાદ AAP-શિવસેના રહેશે દૂર
સોનિયા ગાંધી, માયાવતી અને મમતા બેનર્જી (ફાઇલ તસવીર)

નાગરિકતા કાયદાને લાગુ થવાથી રોકવા માટે રણનીતિ ઉપર મીટિંગમાં વિચાર કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Act-CAA)ની વિરુદ્ધ સોમવારે દિલ્હીમાં વિપક્ષી પાર્ટીઓ એકજૂથ થઈ રહી છે. કૉંગ્રેસે CAAને લાગુ થવાથી રોકવાની રણનીતિ બનાવવા માટે બપોર બાદ મીટિંગ બોલાવી છે. જોકે, નાગરિકતા કાયદો અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટરનો વિરોધ કરી રહેલી વિપક્ષી પાર્ટીઓની એકતામાં પહેલા જ તિરાડ પડતી જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા બેનર્જીએ વિપક્ષની આ બેઠકમાં ભાગ નહીં લેવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતીએ પણ મીટિંગમાં સામેલ નહીં થવાની વાત કહી. બીજી તરફ, આમ આદમી પાર્ટી અને શિવસેનાએ પણ આ બેઠકમાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે.

વિપક્ષની મીટિંગમાં આ પાર્ટીઓ થઈ રહી છે સામેલ

કૉંગ્રેસના નેતૃત્વમાં બોલાવવામાં આવેલી વિપક્ષની બેઠકમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, દ્રવિડ મુનેત્ર કડગમ, ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગ, લેફ્ટ, રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી સહિત અનેક પાર્ટીઓ સામેલ થશે. પાર્લામેન્ટ એનેક્સીમાં બપોરે બે વાગ્યાથી મીટિંગ શરૂ થશે. તેમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહ ઉપરાંત રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહી શકે છે.

મીટિંગમાં શું થશે?

સૂત્રોનું કહેવું છે કે સોમવારે સરખી વિચારધારાવાળી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં પણ CAA અને NRCના મુદ્દે વિસ્તારથી ચર્ચા થઈ શકે છે. નાગરિકતા કાયદાને લાગુ થવાથી રોકવા માટે રણનીતિ ઉપર પણ વિચાર કરવામાં આવશે. આ ઉપરાંત વિપક્ષ મોદી સરકારને સંસદના આગામી બજેટ સત્ર દરમિયાન ઘેરવાના પ્રયાસો અંગે પણ વાત કરશે. વિપક્ષી પાર્ટીઓની બેઠક બાદ કૉંગ્રેસ આ જનસંપર્ક અભિયાનની પૂરી રૂપરેખા રજૂ કરી શકે છે.

આ પણ વાંચો, Delhi Assembly Election: અમિત શાહના ઘરે રાતના 3 વાગ્યા સુધી ચાલી બેઠક, 45 સીટો પર BJPએ નક્કી કર્યા ઉમેદવાર!
First published: January 13, 2020
વધુ વાંચો
अगली ख़बर