કૉંગ્રેસમાં ઘમાસાણઃ રાહુલ પર સવાલ ઉઠાવનારા નેતાઓ સામે એક્શન લેવાના મૂડમાં હાઇકમાન્ડ

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

બિહાર વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદ કૉંગ્રેસમાં ફરી ઘમાસાણ ઉગ્ર બન્યું, અનેક નેતાઓ સામે કાર્યવાહીની માંગ થઈ ઉગ્ર

 • Share this:
  નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી (Bihar Assembly Election 2020)માં કૉંગ્રેસ (Congress)ના ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદથી પાર્ટીની અંદર ફરી એકવાર ઘમાસાણ શરૂ થઈ ગયું છે. પાર્ટીના અસંતુષ્ટ નેતાઓએ બિહારમાં મળેલી હારનો સામનો કર્યા બાદ પાર્ટી નેતૃત્વ પર ફરી સવાલ ઉઠાવ્યા છે. પાર્ટીમાં ચાલી રહેલા ઘમાસાણને જોતાં હવે હાઇ કમાન્ડ પણ એક્શન લેવાના મૂડમાં જોવા મળી રહી છે. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) પર સવાલ ઉઠાવનારા પૂર્વ સાંસદ ફુરકાન અંસારી (Furqan Ansari)ને કારણદર્શક નોટિસ જાહેર કરી જવાબ માંગવામાં આવ્યો છે.

  મૂળે, પાર્ટીના હાઇકમાન્ડ ફુરકાન અંસારીને નોટિસ મોકલીને બીજા નેતાઓને એ સંદેશ આપવાનો પ્રયાસ કરવા માંગે છે કે કૉંગ્રેસ નેતા કંઈ પણ બોલતા પહેલા વિચારે. ફુરકાન અંસારીને નોટિસ આપવાની સાથે જ જે નેતા પાર્ટીથી બળવાનું વલણ દર્શાવી રહ્યા છે કે વરિષ્ઠ નેતૃત્વ પર ઘણા લાંબા સમયથી સવાલ ઊભા થઈ રહ્યા છે, તેમને પણ નોટિસ આપવાનો રસ્તો સાફ થઈ ગયો છે.

  આ પણ વાંચો, પાંચ સ્પા સેન્ટરમાં ચાલી રહ્યો હતો દેહવ્યાપાર, 25 યુવતી અને 17 યુવકોની ધરપકડ  આ પણ વાંચો, Coronavirus: ભારતમાં ક્યારે અને કેટલા રૂપિયામાં મળશે કોરોના વેક્સીન, જાણો તમામ વિગતો

  અન્ય નેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ થઈ ઉગ્ર

  પાર્ટી સાથે જોડાયેલા એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, અનુશાસન પાર્ટીના તમામ સભ્યો માટે એક સમાન છે. ફુરકાન અંસારીને કારણદર્શક નોટિસ આપ્યા બાદ અન્ય અસંતુષ્ટ નેતાઓની વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ તેજ થઈ જશે. પાર્ટીએ હજુ સુધી કોઈ પણ નેતાની વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરી પરંતુ હવે લાગે છે કે કેટલાક નેતાઓ પર એક્શન લેવામાં આવી શકે છે. તેઓએ કહ્યું કે આવું કરવું જરૂરી થઈ ગયું છે કારણ કે નવા અધ્યક્ષની ચૂંટણી માટેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ટૂંક સમયમાં ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવશે.
  Published by:Mrunal Bhojak
  First published: