કોંગ્રેસ છેલ્લા અનેક મહિનાઓથી કહી રહી છે કે, પાર્ટી પાસે ફંડની ઉણપ છે. લોકસભા ચૂંટણીમાં છ મહિનાથી ઓછો સમય છે. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ફંડની વ્યવસ્થા કરવામાં જોડાઇ ગઇ છે. ફંડ એકઠું કરવામાં લાગી ગઇ છે. ફંડ એકઠું કરવા માટે કોંગ્રેસ લોકસંપર્ક અભિયાન શરૂ કરવા જઇ રહી છે. કોંગ્રેસ આ અભિયાન મહાત્મા ગાંધી જ્યંતિ ઉપર 2 ઓક્ટોબરથી શૂ કરશે. જેમાં પાર્ટી ફંડ ઉઘરાવીને પૈસા ભેગા કરશે.
કેવી રીતે જમા થશે ફંડ?
લોક સંપર્ક મૂવમેન્ટ થકી કોંગ્રેસનો ધ્યેય 45 દિવસમાં 500 કરોડ રૂપિયા એકઠા કરવાનો છે. આથી સૌથી પહેલા પાર્ટીના સાંસદ અને ધારાસભ્યો પોતાની એક મહિનાનો પગાર આપશે આ ઉપરાંત દેશભરમાં 10 લાખ બુથો ઉપર દરેક બુધ ઉપર રૂ. 5000 જવા કરાવવામાં આવશે.
કોંગ્રેસની દરેક શાખાઓ ઇન્ડિય યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ અને અન્ય આ અભિયાનમાં આગળ વધાવશે. આ જવાબદારી લીધા પછી અહમદ પટેલ રાજ્ય અધ્યક્ષ અને કોંગ્રેસની વરીષ્ઠ લિડર સાથે મળી રહ્યા છે.
પ્રિન્ટ પ્રમાણે રાહુલ ગાંધી સામે એક અંદરનો રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં જણાવ્યા પ્રમાણે 2019માં લોકસભા ચૂંટણી માટે 1000 કરોડ રૂપિયાની જરૂરત હોય છે. મે 2018માં પાર્ટીના સોશિયલ મીડિયા ઉપર લોકોને કહ્યું હતું કે, પાર્ટીને રૂ.250થી લઇને રૂ.10,000 કરોડ સુધી દાન આપે. શનિવારે સચિન પાયલટે સોશિયલ મીડિયા ઉપર રાજ્ય એમકોને આ અભિયાન શરું કર્યું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર