મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથ પર મહોરઃ સૂત્ર

News18 Gujarati
Updated: December 12, 2018, 7:01 PM IST
મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથ પર મહોરઃ સૂત્ર

  • Share this:
મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરી જીતનો સ્વાદ ચાખનાર કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. મુધ્યપ્રદેશમાં ભોપાલમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોની મિટિંગ મળી હતી, જેમાં તમામ ધારાસભ્યોએ કમલનાથને મુખ્યમંત્રી બનાવવા રાજી થયા હોવાનું સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો PIC: અંબાણી પરિવારના ઘરે આવી જાન, અનંત-આકાશે ઘોડે ચડી કર્યુ સ્વાગત

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરી જીતનો સ્વાદ ચાખનાર કોંગ્રેસે પોતાના મુખ્યમંત્રીની પસંદગી કરી લીધી છે. મુધ્યપ્રદેશમાં ભોપાલમાં કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોની મિટિંગ મળી હતી, જેમાં તમામ ધારાસભ્યોએ કમલનાથને મુખ્યમંત્રી બનાવવા રાજી થયા હોવાનું સૂત્રો તરફથી કહેવામાં આવી રહ્યું છે.

ધારાસભ્યોની બેઠકમાં કમલનાથ મુખ્યમંત્રી બનવા પર મહોર લાગી છે. મુખ્યમંત્રીની રેસમાં કમલનાથના પ્રતિસ્પર્ધિ ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ખુદ આ પ્રસ્તાવ રાખ્યો જેનું સમર્થન દિગ્વિજય સિંહે કર્યું હતું. ભોપાલમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળી હતી જેમાં કમલનાથના નામ પર મહોર લાગી છે. જો કે સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યા બાદ કાર્યકર્તાઓ ઉજવણી કરશે.

નામ ફાઇનલ થયા બાદ કોંગ્રેસનું પ્રતિનિધિ દળ રાજભવન જશે, જ્યાં રાજ્યપાલ આનંદીબેન પટેલને ધારાસભ્યોનું દળ નેતાનું નામ સોંપશે. આ સિવાય રાજ્યપાલને શપથ સમારોહની તારીખની જાણકારી આપશે. ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોની માગ પર રાજભવન નિર્ણય કરશે.

મંગળવારે આવેલા મધ્ય પ્રદેશની ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને સૌથી વધારે 114 બેઠક મળી છે. મધ્ય પ્રદેશ વિધાનસભામાં 230 બેઠક છે. આથી બહુમતિ માટે 116 બેઠક જરૂરી છે. કોંગ્રેસને બહુમતિ કરતા બે બેઠક ઓછી મળી છે. જોકે, બસપા અને સપાને સમર્થન જાહેર કરીને કોંગ્રેસની ચિંતા ઓછી કરી નાખી છે.
Loading...

બીજી તરફ મંગળવારે મોડી રાત સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બીજેપી પણ મધ્ય પ્રદેશમાં સરકાર રચવા માટે પ્રયાસો કરશે. જોકે, બુધવારે શિવરાજસિંહે સ્પષ્ટ કરી દીધું હતું કે પાર્ટીને 109 બેઠક મળી હોવાથી તે સરકાર બનાવવાનો દાવો રજુ નહીં કરે.

મધ્ય પ્રદેશમાં હાર બાદ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ગવર્નર આનંદીબેન પટેલને મળીને રાજીનામું આપ્યું હતું. સાથે જ તેમણે મધ્ય પ્રદેશમાં જીત માટે કમલનાથને શુભેચ્છા પાઠવી હતી. શિવરાજસિંહે ગવર્નરને રાજીનામું આપ્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં શાયરાના અંદાજમાં કહ્યું હતું કે, "ના હાર સે, ના જીત મેં, કિંચિત નહીં ભયભીત મેં, કર્તવ્ય પથ પર જો ભી મીલે, યે ભી સહી વો ભી સહી." શિવરાજે વધુમાં કહ્યું કે, "હવે હું ફ્રી છું. મેં મારું રાજીનામું આદરણીય ગવર્નરને આપી દીધું છે. ભાજપની હાર માટે હું એકલો જવાબદાર છું. મેં કમલનાથજીને જીત માટે અભિનંદન પાઠવ્યા છે."
First published: December 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...