Home /News /national-international /

કોંગ્રેસ 2 એપ્રિલે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, કયા મુદ્દા રહેશે મહત્વના?

કોંગ્રેસ 2 એપ્રિલે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો, કયા મુદ્દા રહેશે મહત્વના?

કોંગ્રેસ 2જી એપ્રિલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

વર્ષ 2019ની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ ન્યાય યોજના એટલે લઘુત્તમ આવકની ગેરન્ટીને અમલમાં લાવવાનુ કહી રહ્યું છે. જે કોંગ્રેસ માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે

    લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્ય સહિત દેશના તમામ રાજકીય પક્ષ મતદાતાઓને પોતાની તરફ આકર્ષવા માટે ચૂંટણી વાયદા કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાની સરકાર બનશે તો, દેશની પ્રજા માટે શું કરશે તેનો ચૂંટણી ઢંઢેરો બીજી એપ્રિલે જાહેર કરશે. કોંગ્રેસના આ ઢંઢેરામાં ગરીબો માટે ન્યાય યોજના એટલે લઘત્તમ આવકની ગેરન્ટીનો મુદ્દો મહત્વનો રહેશે.

    લોકસભા ચૂંટણીને લઈ, કોંગ્રેસ બીજી એપ્રિલે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે. આ બાબતને લઈ, કોંગ્રેસ તેની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની જાહેરાત સમયે, યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી,
    ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, ચૂંટણી ઢંઢેરા સમિતિના અધ્યક્ષ પી.ચિદમ્બરમ, અહેમદ પટેલ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, કે. સી. વેણુગોપાલ સહિત તમામ અગ્રણી નેતાઓ હાજર રહેશે.

    સુત્રો મુજબ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં પ્રથમ બે પાનામાં પ્રત્સાવના રહેશે. આ પ્રસ્તાવનામાં, રાષ્ટ્રવાદની વાત કહેવામાં આવી છે. ખાસ કરીને ગાંધીજીના રાષ્ટ્રવાદ અને નથુરામ ગોડસેના રાષ્ટ્રવાદ વચ્ચેની તુલના કરીને તેમની વચ્ચેનો ફરક સમજાવવામાં આવ્યો છે. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વિવિધ વાયદાઓ કરવામાં આવ્યા છે. જેના મહત્વના મુદ્દાઓ પર એક નજર કરીએ તો..

    - મહિલાઓને અનામત આપવામાં આવશે
    - સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત
    - જીએસટીનો 18 ટકાનો એક જ દર રહેશે
    - યુવા ઉદ્યોગપતિઓને ત્રણ વર્ષ સુધી લોનમાં રાહત મળશે
    - શિક્ષણનુ બજેટ ત્રણ ટકાથી વધારીને છ ટકા કરાશે
    - આરોગ્ય બજેટમાં પણ વધારો કરાશે
    - જન આરોગ્યને મૂળ અધિકારનો દરજ્જો અપાશે
    - રાઈટ ટુ હેલ્થ એટલે કે આરટીએચ લાવવામાં આવશે
    - અર્ધલશ્કરી દળોને શહીદનો દરજ્જો અપાશે
    - આરબીઆઈને મજબૂત કરવા એક મોટી યોજના બનાવી

    રઘુરામ રાજન, પી. ચિદમ્બરમ અને અન્ય અર્થશાસ્ત્રીઓની મદદથી એક દસ્તાવેજ તૈયાર કરાયો છે. જે મુજબ, આરબીઆઈની નીતિને પહેલાથી વધુ કડક કરવામાં આવશે. વર્ષ 2019ની ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ ન્યાય યોજના
    એટલે લઘુત્તમ આવકની ગેરન્ટીને અમલમાં લાવવાનુ કહી રહ્યું છે. જે કોંગ્રેસ માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. મનરેગા યોજનાની જેમ આ યોજના કોંગ્રેસને લોકો સાથે સીધી જોડી રહી છે. ન્યાય યોજના હેઠળ કોંગ્રેસ દેશના 20 ટકા
    ગરીબ લોકોને દર મહિને રૂ, 12 હજાર સુધીની આર્થિક મદદ કરશે. આ યોજના હેઠળ, ગરીબોને વાર્ષિક રૂ. 72,000ની મદદ મળશે. આ યોજનાના અમલના શરૂઆતના વર્ષમાં 5000 પરિવાર થકી 25000 લોકોને મદદ મળશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: 2 April, Announce, Attract voters, Election futures, Gujarat Lok Sabha Elections 2019, Lok sabha election 2019, કોંગ્રેસ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन