નવી દિલ્હી: કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્ય સભાના સાંસદ અહેમદ પટેલનું (Ahmed Patel Dies) નિધન થયું છે. તેઓ 71 વર્ષના હતા. તેમના પુત્રએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. મહિના પહેલા અહેમદ પટેલ (Ahmed Patel)નો કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો હતો. જે બાદમાં તેમની તબિયત સતત લથડી રહી હતી. ફૈઝલ પટેલના ટ્વીટ પ્રમાણે 25-11-2020ના રોજ વહેલી સવારે ત્રણ વાગ્યે તેમનું નિધન થયું છે. મેદાંતા હૉસ્પિટલ ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ મોદીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે તેમના પુત્ર સાથે વાતચીત કરીને સાંત્વના પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, અહેમદ પટેલના નિધનથી દુઃખી છું. અહેમદ પટેલની દફનવિધિ તેમની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમના માદરે વતન એટલે કે પીરામણ ગામ ખાતે કરવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર