Home /News /national-international /

મહાભિયોગ પ્રસ્તાવ દ્વારા કોંગ્રેસ ન્યાયાધીશોને બિવડાવે છે: અરુણ જેટલી

મહાભિયોગ પ્રસ્તાવ દ્વારા કોંગ્રેસ ન્યાયાધીશોને બિવડાવે છે: અરુણ જેટલી

  નવી દિલ્હી: નાણામંત્રી અરુણ જેટલીએ શુક્રવારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો સામે આરોપ લગાવતા કહ્યું કે, મહાભિયોગનો પ્રસ્તાવ એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરે છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ (CJI ) દિપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે જરૂરી ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી કરવાની નોટિસ ઉપર આગાઉ સાત રાજકીય પક્ષોના 71 સાંસદો હસ્તાક્ષર કરી ચુક્યા છે. આ પ્રક્રિયા બાદ વિપક્ષી દળોએ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી અને તેમને આ મહાભિયોગનો ડ્રાફ્ટ સોંપ્યો હતો.
  અરુણ જેટલીએ પોતાના ફેસપૂક વોલ પર એક પોસ્ટ મૂકી હતી જેમાં કોંગ્રેસ પર તેમણે પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, 114 પાનાનાં જસ્ટીસ લોયા કેસના ચુકાદામાં ખોટા પ્રચાર અને કાવત્રાનો પર્દાફાશ થયો છે. ખોટી વાતને વળગી રહેવા માટે ઇતિહાસમાં આ પહેલા રાજકીય નેતાઓ, નિવૃત ન્યાયાધીશો અને કેટલાક વકીલો આવી રીત ક્યારે આવ્યા નહોતા. કોંગ્રેસનો મહાભિયોગનો પ્રસ્તાવ એ દેશની ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર ગંભીર ખરતો ઉભો કરે છે. કોંગ્રેસ અન્ય ન્યાયાધીશોને ધમકાવવા માંગે છે કે, જો તેઓ એમની સાથે સહમત નહિં થાય તો, બદલો લેવા માટે તેની પાસે પચ્ચાસ સાંસદો પુરતા છે.

  જેટલીએ કોંગ્રેસને યાદ અપાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ સામે ત્યારે જ પ્રસ્તાવ લાવી શકાય કે જ્યારે તે ન્યાયાધીશ કાર્યક્ષમ ન હોય અથવા તેમનું વર્તન યોગ્ય ન હોય.

  આ અગાઉ, ઉપરાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ કોંગેસના નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.આઝાદે જણાવ્યું હતું કે, સીજેઆઈ દીપક મિશ્રા વિરુદ્ધ પાંચ મુખ્ય મુદ્દે મહાભિયોગ લાવવાનો અમે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમજ નિષ્પક્ષતા અને લોકશાહીની રક્ષા માટે આ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. અમને આશા છે કે ઉપરાષ્ટ્રપતિ તેનો સ્વીકાર કરશે. મહાભિયોગ પ્રસ્તાવ ઉપર અત્યાર સુધીમાં 71 સાંસદો હસ્તાક્ષર કરી ચુક્યા છે. જો કે,આ પૈકીના 7 નિવૃત થઇ ચુક્યા છે. તેમ છતાં, આ સંખ્યા આવશ્યક સંખ્યાથી વધારે છે.

  બીજી તરફ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, બંધારણ અનુસાર જો કોઇ ન્યાયાધીશ દુર્વ્યવવહાર કરે તો સંસદ પાસે એ અધિકાર છે કે તેની સામે તપાસ થાય. જયારે દીપક મિશ્રા ચીફ જસ્ટિસ બન્યા ત્યારથી જ કેટલાક એવા ચુકાદાઓ આવ્યા છે, જે ઉચિત નહોતા. આ ચુકાદાઓ અંગે સુપ્રીમ કોર્ટના જ ચાર ન્યાયાધીશો દ્વારા આ મુદ્દે પત્રકાર પરિષદ ભરવામાં આવી હતી'

  કોંગેસના નેતા કપિલ સિબ્બલે ઉમેર્યું હતું કે, 'જે દેશની જનતા સુપ્રીમ કોર્ટ ઉપર આટલો ભરોસો કરતી હોય તેના મુખ્ય ન્યાયધીશે પણ તેમના હોદ્દાનું સન્માન કરવું જોઈએ। પરંતુ અફસોસ એ વાતનો છે કે સીજેઆઇ દીપક મિશ્રાના કિસ્સામાં એવું નથી થયું। આ કારણે જ અમારી પાસે તેમના વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નહોતો"

  આ ઘટના સંદર્ભે સુપીમ કોર્ટના જસ્ટિસ એ કે સિક્રી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે કહ્યું હતું કે, "અમે સૌ આ બાબતને જાણી ને સ્તબ્ધ છીએ"
  Published by:kiran mehta
  First published:

  Tags: After, Impeachment, Notice, Using, અરૂણ જેટલી, કોંગ્રેસ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन