કૃષિ વિધેયક પર BJPને ઘેરવા માંગતી કોંગ્રેસ પોતાના જ મેનિફેસ્ટોને લઈને ફસાઇ

કૃષિ વિધેયક પર BJPને ઘેરવા માંગતી કોંગ્રેસ પોતાના જ મેનિફેસ્ટોને લઈને ફસાઇ
કૃષિ વિધેયક પર BJPને ઘેરવા માંગતી કોંગ્રેસ પોતાના જ મેનિફેસ્ટોને લઈને ફસાઇ

સૌ પહેલા તો કોંગ્રેસમાંથી નિષ્કાસિત થયેલા નેતા સંજય ઝા એ ટ્વિટ કરીને પાર્ટીને ઘેરી હતી

 • Share this:
  નવી દિલ્હી : કૃષિ વિધેયક (Farmer Bill)ને લઈને બીજેપી (BJP)ને ઘેરવામાં લાગેલી કોંગ્રેસ (Congress) પોતે જ પોતાના મેનિફેસ્ટોને (Manifestoલઈને ફસાઇ ગઈ છે. ગુરુવારે સંસદમાં પાસ થયેલા બે કૃષિ વિધેયકને લઈને કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરના રાજીનામા પછી કોંગ્રેસ પણ આ મુદ્દાને વધારે ચગાવી રહી છે. જોકે કોંગ્રેસ પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરેલા એક વાયદાને લઈને ફસાઇ ગઈ છે.

  સૌ પહેલા તો કોંગ્રેસમાંથી નિષ્કાસિત થયેલા નેતા સંજય ઝા એ ટ્વિટ કરીને પાર્ટીને ઘેરી હતી. સંજય ઝા એ ટ્વિટ કર્યું હતું કે મિત્રો 2019ની લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં અમે (કોંગ્રેસે) APMC Act ખતમ કરવા અને ખાદ્ય ઉપજને પ્રતિબંધોથી મુક્ત કરવાની વાત કરી હતી. મોદી સરકારે કૃષિ વિધેયકોમાં કાંઈક આવું જ કર્યું છે. આ સ્થાને કોંગ્રેસ અને બીજેપીનો એક જ વિચાર છે.  આ પણ વાંચો - જૂનાગઢ : મગફળીનો પાક ફેઇલ જતા 30 વીઘામાં વાવેલ મગફળી ખેતરમાં સળગાવી દીધી

  વન નેશન વન માર્કેટના વિચાર માટે મોદી સરકારે ઘણી તાકાત લગાવી છે. હવે નવા કૃષિ વિધેયક પછી ખેડૂતોના પ્રદર્શનો ઉપર પર સરકારની નજર છે. સરકાર એવું માનીને ચાલી રહી છે કે તેની પાછળ વધારે સમર્થન નથી. અકાલી નેતા હરસિમરત કૌર બાદલના રાજીનામા પછી પણ પાર્ટીનું માનવું છે કે પંજાબ અને હરિયાણામાં આ મોટો મુદ્દો બનશે નહીં. પાર્ટી તરફથી કોંગ્રેસના APMC Act ખતમ કરવાની વાત યાદ અપાવવામાં આવી રહી છે.

  યૂપીએ-2ની સરકાર તરફ જોવામાં આવે તો પી ચિદમ્બરમ અને જયરામ રમેશ જેવા ઘણા નેતા ફ્રી માર્કેટનો વિચાર લઈને ખુલ્લા હતા. કોંગ્રેસના 2019ના મેનિફેસ્ટોના કારણે તે ઘેરાવા લાગી છે.
  Published by:Ashish Goyal
  First published:September 18, 2020, 23:39 pm

  ટૉપ ન્યૂઝ