Home /News /national-international /

BJPના હાઈટેક જનસંપર્ક અભિયાનના જવાબમાં કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'

BJPના હાઈટેક જનસંપર્ક અભિયાનના જવાબમાં કોંગ્રેસનો 'માસ્ટર પ્લાન'

રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

    નવી દિલ્હી: ઈલેક્શનથી પહેલા બીજેપીએ હાઈટેક જનસંપર્ક અભિયાનના જવાબમાં હવે કોંગ્રેસ સામાન્ય માણસ સાથે જોડાવવા માટે અભિયાન ચલાવી રહી છે. દિલ્હીમાં રાહુલ ગાંધીની સચિન પાયલટની મુલાકાત દરમિયાન આ અભિયાનને લીલી ઝંડી મળી ગઈ છે. રાજસ્થાનમાં ઓગસ્ટમાં પહેલા વીકમાં રાહુલ ગાંધીના પ્રવાસ સાથે આની શરૂઆત થઈ જશે. અભિયાન હેઠળ પ્રદેશ કોંગ્રેસના બધા નેતા કાર્યકર્તા ગામડે-ગામડે જઈને કોંગ્રેસની યોજનાઓ અને નીતિઓ વિશે પોતાની વાત મૂકશે.

    કેટલાક દિવસ પહેલા તમે તસવીરો જોઈ હશે કે બીજેપીના નેતા દેશના મોટા શહેરોમાં ફિલ્મ સ્ટાર અને ફેમસ લોકોને પોતાના જન સંપર્ક અભિયાનમાં જોડવાની કવાયદમાં લાગ્યા હતા. રાજસ્થાનમાં પણ અભિયાન હેઠળ બીજેપી નેતાઓની આ કવાયદ નજર આવી હતી. પરંતુ હવે કોંગ્રેસ એક ખાસ રીતે બીજેપીના આ અભિયાનને જવાબ આપવાની તૈયારીમાં લાગી છે. બીજેપીના વીવીઆઈપી કલ્ચરને ટાર્ગેટ કરીને કોંગ્રેસ હવે સામાન્ય લોકો સાથે જોડાવા માટેની તૈયારી કરી રહી છે. દિલ્હીમાં તૈયાર થયેલ આ પ્લાનને હવે રાજસ્થાનમાં સચિન પાયલટ સૌથી પહેલા શરૂ કરવાની તૈયારીમાં છે.

    આ અભિયાન હેઠળ રાજસ્થાનમાં કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે જણાવ્યું કે, કોંગ્રેસનો આ અભિયાન પ્રદેશમાં ઓગસ્ટ મહિનાના પહેલા વીક સાથે શરૂ થઈ જશે. કોંગ્રેસના આ જનસંપર્ક અભિયાનને ખાસ નામ આપવામાં આવસે જેથી ગામ અને છેવાડાના લોકો સાથે જોડાઈ શકે.

    આ અભિયાન દરમિયાન પ્રત્યેક વિધાનસભા ક્ષેત્રમાં કેટલાક ખાસ લોકોની પસંદગી કરવામાં આવશે જેમાં રિક્ષાવાળાથી લઈને લારીવારાઓ સુધી સામેલ હશે. તે ઉપરાંત ગરીબ ખેડૂત, દુકાનદાર અને મજૂરી કરનાર લોકોના ઘરો સુધી કોંગ્રેસ નેતા પહોંચશે. આ અભિયાન માટે પ્રદેશ સ્તર પર નેતાઓ અને કાર્યકર્તાઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

    સચિન પાયલટે જણાવ્યું કે, નિશ્ચિત રૂપે આ અભિયાન દ્વારા કોંગ્રેસ છેવાડાના માનવીઓ સુઘી પહોંચીને પોતાની યોજનાઓ ઉપરાંત બીજેપીની નિષ્ફળતાઓને પણ પહોંચાડવામાં આવશે. કોંગ્રેસ બીજેપીના હાઈટેક રીત-રિવાજોને પોતાના પરંપરાગત અનુસાર જવાબ આપવા માંગે છે. તે સાથે જ આ અભિયાન દ્નારા સામાન્ય અને ગરીબ વ્યક્તિ સાથે જોડાવવાની સાથે-સાથે પોતાની જુની ઓળખ પણ ફરીથી જીવંત કરવા માંગે છે. કોંગ્રેસનો આ ફોર્મૂલા તેને ઈલેક્શનના મેદાનમાં કેટલો ફાયદો પહોંચાડશે તેની રાહ જોવી પડશે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Election campaign, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર