કોંગ્રેસ રાજ્યોમાં 28 મે સુધી ચલાવશે ઑનલાઈન અભિયાન, લોકોના ખાતામાં 10,000 રુપિયા નાખવાની માંગ ઉઠાવશે

News18 Gujarati
Updated: May 25, 2020, 8:13 PM IST
કોંગ્રેસ રાજ્યોમાં 28 મે સુધી ચલાવશે ઑનલાઈન અભિયાન, લોકોના ખાતામાં 10,000 રુપિયા નાખવાની માંગ ઉઠાવશે
કોંગ્રેસ રાજ્યોમાં 28 મે સુધી ચલાવશે ઑનલાઈન અભિયાન, લોકોના ખાતામાં 10,000 રુપિયા નાખવાની માંગ ઉઠાવશે

28 મે ના રોજ કોંગ્રેસ પાર્ટી દ્વારા રાજ્યોમાં એક ઑનલાઈન અભિયાનનું આયોજન કરવામાં આવશે

  • Share this:
નવી દિલ્હી : દેશમાં ચાલી રહેલા કોરોનાના (Coronavirus) પ્રકોપની વચ્ચે કોંગ્રેસે (Congress) સરકારને લોકોના ખાતામાં 10 હજાર રુપિયા નાખવાની માંગ કરી છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 ના (Covid-19 Crisis) કારણે લોકોના મુદ્દાને ઉઠાવા માટે 28 મે ના રોજ પાર્ટી દ્વારા રાજ્યોમાં એક ઑનલાઈન અભિયાનનું આયોજન કરવામાં આવશે. પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે આ અભિયાનમાં કેન્દ્ર સરકારના (Central Government) ઇન્કમટેક્સના દાયરામાંથી બહાર આવતા બધા પરિવારોના ખાતામાં તરત 10,000 રુપિયા ટ્રાન્સફર કરવાની માંગ ઉઠાવાશે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના નેતૃત્વમાં શુક્રવારે મળેલી વિપક્ષી દળોની બેઠકમાં 11 સૂત્રીય માંગને મુકવામાં આવી હતી તેમાં આ માંગ ઉઠાવી હતી.

કોંગ્રેસ સહિત 22 વિપક્ષી દળોએ કરી હતી બેઠક

આ પહેલા કોંગ્રેસે શુક્રવારે 22 વિપક્ષી દળોની સાથે દેશમાં કોરોના સંકટને લઈને વિસ્તૃત ચર્ચા કરી હતી અને કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીને નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે તેવો આરોપ લગાવ્યો છે. તેની સાથે કહ્યું કે આ સમયમાં નવું નાણાકીય પેકેજ જાહેર કરે, સંસદીય કામકાજને બહાલ કરે અને રાજ્ય સરકારોને પૂરી મદદ કરવા સહિત બીજા ઘણા મહત્વપૂર્ણ પગલા ભરવાની જરુર છે.

આ પણ વાંચો - અમદાવાદમાં હીરાના કારખાના શરૂ, 30 ટકા જ રત્ન કલાકારો કરી શકશે કામ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul Gandhi)આ બેઠકમાં કહ્યું કે જો સરકાર તરફથી ગરીબો, મજૂરો, ખેડૂતો અને નાના, મોટા, અને મધ્યમ કક્ષાના ઉધોગોને ( એમએસએમઈ ) નાણાકીય મદદ નહી કરી તો દેશમાં આર્થિક તબાહી થઈ જશે. વિપક્ષી દળોની બેઠકમાં તેમણે એ પણ કહ્યું કે કેન્દ્રએ રાજ્ય સરકારની મદદ કરવી જોઈએ.
First published: May 25, 2020, 8:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading