જીતીશું તો દેશના 20% ગરીબોના ખાતામાં વર્ષે રૂ. 72,000 નાખીશું: રાહુલ

News18 Gujarati
Updated: March 25, 2019, 3:42 PM IST
જીતીશું તો દેશના 20% ગરીબોના ખાતામાં વર્ષે રૂ. 72,000 નાખીશું: રાહુલ
રાહુલ ગાંધી (પીટીઆઈ તસવીર)

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પત્રકાર પરિષદ સંબોધી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશના ગરીબ લોકોને ન્યાય અપાવવા જઈ રહી છે.

  • Share this:
નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે પત્રકાર પરિષદ કરીને ચૂંટણીલક્ષી જાહેરાત કરી હતી. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ  દેશના ગરીબ લોકોને ન્યાય અપાવવા જઈ રહી છે. કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશના 20 ટકા સૌથી ગરીબ પરિવારોને વર્ષે રૂ. 72 હજાર આપશે. આ પૈસા સીધા જ તેમના ખાતામાં જમા થશે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "અમે તબક્કાવાર આ યોજનાને લાગૂ કરીશું. દેશના 25 કરોડ લોકોને આ યોજનાનો ફાયદો મળશે. દેશના ગરીબ લોકોને કોંગ્રેસ ન્યાય આપશે. આવું કરીને અમે હિન્દુસ્તાનમાંથી ગરીબીને હટાવી દઈશું."

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, "આ યોજનાથી પાંચ કરોડ પરિવારને ફાયદો મળશે. આ યોજનાના પૈસા સીધા જ ખાતામાં જમા થશે. આ માટે તમામ ગણતરી પુરી કરી દેવામાં આવી છે. આખા વિશ્વમાં ક્યાંક આવી યોજના નથી."

કોંગ્રેસ પ્રમુખે વધુમાં કહ્યું કે, "પી. ચિદમ્બરમ અને તેમની ટીમ છેલ્લા 4-5 મહિનાથી આ યોજના પર કામ કરી રહી છે. આ બિલકુલ શક્ય છે. અમે બહુ ઝડપથી આ યોજનાનો મેપ તમારી સમક્ષ મૂકીશું. જો તમારો પગાર રૂ. 12 હજારથી ઓછો છે તો અમે તેને રૂ. 12 હજાર સુધી પહોંચાડીશું. એટલે કે જે તમે રૂ. 4 હજારની કમાણી કરો છો તો સરકાર રૂ. 8 હજાર તમારા ખાતામાં નાખશે."
First published: March 25, 2019, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading