મંત્રીને કોંગ્રેસ સમર્થકનો પડકાર 'હિંદુ યુવતીને કર્યું ટચ, હવે હાથ તોડીને દેખાડો'

News18 Gujarati
Updated: January 29, 2019, 7:35 AM IST
મંત્રીને કોંગ્રેસ સમર્થકનો પડકાર 'હિંદુ યુવતીને કર્યું ટચ, હવે હાથ તોડીને દેખાડો'

  • Share this:
કેન્દ્રીય કૌશલ વિકાસ મંત્રી અનંત કુમાર હેગડેને હિન્દુ યુવતીઓને લઇને આપેલા નિવેદન બાદ એક કોંગ્રેસ સમર્થકે પડકાર ફેક્યો છે. તહસીન પૂનાવાલાએ સોમવારે કેન્દ્રીય મંત્રી હેગડેને પડકાર ફેકતા પત્નીની સાથે એક ફોટો ટ્વીટ કર્યો, તેણે લખ્યું કે 'અનંત હેગડે જી મારા બંને હાથે હિન્દુ યુવતીને સ્પર્સ કર્યું છે, હવે તમારે જે કરવું હોય તે કરી લો'

વાત એમ છે કે અનંત કુમાર હેગડેએ રવિવારે કહ્યું હતું કે 'જે હાથ હિન્દુ યુવતીને ટચ કરે તેને તોડી નાખવા', મંત્રીની આ કોમેન્ટ બાદ કોંગ્રેસ સમર્થક પૂનાવાલાએ તેમના પર પલટવાર કર્યો હતો.

અહીં ક્લિક કરી વાંચોઃ 'મિનિકુંભ': 6 દિવસ ચાલશે શિવરાત્રિ મેળો, આ વખતે હશે આ ખાસ આયોજન

 કર્ણાટકના કોડાગુમાં રવિવારે એક રેલીને સંબોધન કરતી વખતે કેન્દ્રીય કૌશલ વિકાસ મંત્રી અનંત કુમારે આ વાત કરી હતી. તેમનું કહેવું હતું કે આપણે આપણા સમાજની પ્રાથમિક્તાઓ અંગે ફરીથી વિચારવું જોઇએ. આપણે જાતિ અંગે ન વિચારવું જોઇએ, આપણી આસપાસ જે થઇ રહ્યું છે તેના પર પણ નજર રાખવી જોઇએ.

અનંત હેગડેનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું જેની ખુબ આલોચના પણ થઇ. હિન્દુ યુવતીઓના નિવેદન બાદ કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગુંડુરાવ અને તેની વચ્ચે ટ્વીટર પર યુદ્ધ છેડાયું. સાથે જ કર્ણાટકના વિકાસમાં હેગડેના યોગદાન અને ઉપલબ્ધિ પર પણ સવાલ ઉઠ્યા હતા.

 

First published: January 28, 2019, 9:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading