'કોંગ્રેસ પાક.માં FB ઉપર ચલાવી રહ્યું છે દેશ બચાઓ, મોદી હટાઓ અભિયાન'

News18 Gujarati
Updated: October 18, 2018, 3:31 PM IST
'કોંગ્રેસ પાક.માં FB ઉપર ચલાવી રહ્યું છે દેશ બચાઓ, મોદી હટાઓ અભિયાન'
પાકિસ્તાનમાં ફેસબુક ઉપર કોંગ્રેસની જાહેરાત

બીજેપીના રાષ્ટ્રીય માહિતી અને ટેક્નોલોજી પ્રમુખ અમિત માલવીયાએ પોતના ટ્વિટર એકાઉન્ટ ઉપર કોંગ્રેસના એક એડ અભિયાનની પોસ્ટ શેર કરી છે.

  • Share this:
બીજેપીના રાષ્ટ્રીય માહિતી અને ટેક્નોલોજી પ્રમુખ અમિત માલવીયાએ પોતના ટ્વિટર એકાઉન્ટ ઉપર કોંગ્રેસના એક એડ અભિયાનની પોસ્ટ શેર કરી છે. જેમાં એડ અભિયાનમાં ફેસુબક જાહેરખબર દ્વારા પાકિસ્તાનમાં પીએમ મોદીને હટાવાના સુત્રો જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના આ ફેસબુક એડમાં લખ્યું છે કે, "દેશ બચાઓ, મોદી હટાઓ". અમિત માલવીયએ આ એટ અભિયાનનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં વિસ્તારથી દેખાડ્યું છે કે, કેવી રીતે પાકિસ્તનમાં કોંગ્રેસ પાર્ટી મોદી હટાઓ દેશ બચાઓની એડ ચલાવી રહી છે.

અમિત માલવીયએ કહ્યું કે, આ એડ અભિયાનમાં ચોખ્ખુ નજર આવે છે કે, વડાપ્રધાન મોદીને દેશમાંથી હટાવવા માંગે છે. તે પાકિસ્તાનને સપોર્ટ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, અભિયાનમાં ફોટોઝ અને વીડિયો કોંગ્રેસના ઓફિશઇયલ ફેસબુક પેઝ ઉપર ચાલી રહ્યો છે. ફેસબુકના નવા નિયમો અનુસાર હવે દરેક કોઇ એડને જોઇ શકે છે. આવી સ્થિતમાં શું આવા પ્રકારની જાહેરખબર દેખાડવી યોગ્ય છે. અમિત માલવીયએ કહ્યું કે, જો કોઇ રાજકીય પાર્ટી આ પ્રકારે વિજ્ઞાપન આપે તો આનાથી કોઇપમ પ્રકારનો સંદેશો ફેલાય છે.

કોંગ્રેસ માટે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા મણિશંકર પાકિસ્તાન ગયા અને કહ્યું આને હટાવો અને અમને લાવો. ત્યારબાદ નવજોત સિંહ સિદ્ધુએ પાકિસ્તાન જઇને આર્મી ચીફને ગળે લગાવ્યા હતા. હવે પાર્ટીના સત્તાવાર ફેસુબક પેઝ ઉપર આ પ્રકારની એડ ચાલી રહી છે.
First published: October 18, 2018, 3:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading