ચૂંટણીમાં હાર બાદ ટીવી ડિબેટમાં નહીં જોવા મળે કોંગ્રેસ પ્રવક્તા

News18 Gujarati
Updated: May 30, 2019, 10:26 AM IST
ચૂંટણીમાં હાર બાદ ટીવી ડિબેટમાં નહીં જોવા મળે કોંગ્રેસ પ્રવક્તા
માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતૃત્વને લઈને ચાલી રહેલા સંકટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે

માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતૃત્વને લઈને ચાલી રહેલા સંકટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસે નિર્ણય લીધો છે કે આગામી એક મહિના સુધી પાર્ટી ટીવી ચેનલોની ડિબેટમાં પોતાના પ્રવક્તા નહીં મોકલે. આ જાણકારી કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સૂરજેવાલએ ટ્વિટ કરીને આપી. તેઓએ ટ્વિટમાં લખ્યું કે, કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે આગામી એક મહિના સુધી ટીવી ચેનલ પર પ્રવક્તા નહીં મોકલવામાં આવે. તમામ મીડિયા ચેનલો/સંપાદકોને નિવેદન છે કે પોતાના શોમાં કોંગ્રેસના પ્રવક્તાને ન બોલાવે.

માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ નેતૃત્વને લઈને ચાલી રહેલા સંકટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા સમાજવાદી પાર્ટીએ પણ પોતાના પ્રવક્તાઓની યાદી રદ કરીને તેમને સમાચાર ચેનલો પર થનારી ડિબેટોમાં જવા પર રોક લગાવી હતી.
કર્ણાટકમાં કોંગ્રેસની સહયોગી પાર્ટી, જનતા દળ સેક્યુલરે પણ લોકસભા ચૂંટણી બાદ ટીવી ચેનલોની ડિબેટ્સમાં પોતાના પ્રવક્તાઓને જવા પર રોક લગાવી દીધી હતી.
First published: May 30, 2019
વધુ વાંચો
अगली ख़बर