નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીના (Bihar Assembly Elections)વલણમાં મહાગઠબંધન પાછળ રહ્યા પછી કોંગ્રસ નેતા ઉદિત રાજે (Udit Raj)ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)પર સવાલ ઉભા કર્યા છે. ઉદિત રાજે ઇવીએમ હેકિંગને સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં (Sushant Singh Rajput Death Case)ડ્રગ્સ એેંગલને લઈને સામે આવેલ અભિનેત્રી રિયા ચક્રવર્તી અને દીપિકા પાદુકોણ સાથે જોડીને ટ્વિટ કર્યું છે. ઉદિત રાજે બંને અભિનેત્રીઓની વોટ્સએઅ ચેટ લીક હોવાનું ઉદાહરણ દેતા કહ્યું હતું કે જ્યારે વોટ્સએપ હેક થઈ શકે તો ઇવીએમ કેમ હેક ના થઈ શકે.
ઉદિત રાજે પોતાના ટ્વિટમાં લખ્યું કે રિયાના મામલામાં whatsappની સુરક્ષા કેટલી છે. ખબર પડી હશે. દીપિકા પાદુકોણના જૂના whatsappને બહાર લાવ્યા હતા. કશું જ ખાનગી નથી. ઇવીએમ ઇલેક્ટ્રોનિક ચીજ જ છે. હેક કરવું કોઈ મુશ્કેલ નથી. ઉદિત રાજે આ પહેલા ટ્વિટ કર્યું હતું કે જ્યારે ઉપગ્રહને નિયંત્રિત કરી શકાય છે તો ઇવીએમ હેક કેમ ના થઈ શકે. તેમણે કહ્યું કે જ્યારે મંગળ ગ્રહ અને ચાંદ તરફ જતા ઉપગ્રહની દિશાને ધરતીથી નિયંત્રિત કરી શકાય છે તો ઇવીએમ હેક કેમ ના કરી શકાય? કોંગ્રેસ નેતાએ એ પણ સવાલ કર્યો છે કે અમેરિકામાં જો ઇવીએમથી ચૂંટણી થઈ હોત તો ડોનાલ્ડ ટ્રમ્પ હારી શક્યા હોત?
આ પણ વાંચો - Bihar Election Results 2020: CM નીતિશની એન્ટી ઇન્કમબન્સી ખતમ કરીને પીએમ મોદીએ પલટાવી દીધી બાજી!
બીજી તરફ કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે ઇવીએમ પર સવાલ ઉઠાવવાનું બંધ થવું જોઈએ, કારણ કે તેની સાથે છેડછાડ કરવાનો દાવો અત્યાર સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ શક્યો નથી. મારા અનુભવ પ્રમાણે ઇવીએમની વ્યવસ્થા મજબૂત, ઉચિત અને વિશ્વાસપાત્ર છે. આ રાય મારી હંમેશાથી રહી છે.
Published by:Ashish Goyal
First published:November 10, 2020, 21:12 pm