નવી દિલ્હીઃ તાજેતરમાં ગુજરાતના (Gujarat news) મુંદ્રા પોર્ટ ઉપર કરોડો રૂપિયાનું હેરોઈન પકડાયું (heroin haul at Mundra port) હતું. ગુજરાતના મુંદ્રા પોર્ટ (mundra port of Gujarat) ઉપરથી ભારે માત્રામાં માદક પદાર્થો ઝડપાયા મુદ્દે કોંગ્રેસ (congress attack on BJP Government) ભાજપ સરકારે ઘેરી લીધી હતી. આ અંગે કોંગ્રેસ ભાજપને વેધક પ્રશ્નો કર્યા હતા. કેન્દ્ર સરકાર (central Government) સામે નિશાન સાધતા કોંગ્રેસ નેતા અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ (Congress leader and spokesperson Randeep Surjewala) બુધવારે પ્રેસ કોન્ફરન્સ (Press conference) કરીને અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
ગુજરાતના મુંદ્રા પોર્ટ ઉપરથી ભારેમાત્રામાં માદક પદાર્થો જપ્ત કર્યાની ઘટના અંગે કોંગ્રેસ પાર્ટીએ ભાજપ સરકાર ઉપર હુમલો કરતા પૂછ્યું હતું કે, આ માદત પદાર્થોની તસ્કરી પાછળ કોનો હાથ છે. તેમણે દેશની તપાસ એજન્સીઓ ઉપર પણ આંગળી ચીંધી હતી જે ડ્રગ્સના ખતરાને રોકવા માટે જવાબદાર છે. તેમણે પૂછ્યું કે આ સંબંધમાં અદાણી મુંદ્રા પોર્ટની તપાસ કેમ કરવામાં આવી નથી.
સુરજેવાલે જણાવ્યું હતું કે પોર્ટ ઉપર જપ્ત કરવામાં આવેલું હેરોઈનની કિંમત 21,000 કરોડ રૂપિયા છે જે સૌથી વધારે રકમ ગણાય. તેમણે આ ખતરાને રોકવા માટે વિવિધ સરકારી એજન્સીઓ જેવી કે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ઈડી, ડીઆરઆઈ અને અન્ય એજન્સીઓ ઉપર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે નશાખોરી દેશની યુવા પેઢીને બર્બાદ કરી રહી છે. જોકે, દિલ્હી પોલીસે આ વર્ષેના જુલાઈમાં 2500 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની 354 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. તેમણે કહ્યું કે મોટા પ્રમાણમાં નશીલી દવાઓની તસ્કરી પાછળના લોકોનો પર્દાફાશ થવો જોઈએ.
તેમણે પૂછ્યું હતું કે, 17,5000 કરોડના 2500 કિલોગ્રામ હેરોઈન ક્યા છે જેની જાણી શકાયું નથી. તેમણે જણાવ્યું કે હેરોઈનની આટલી મોટી માત્રામાં ખેપ ભારત વિરોધી તત્વોના નાપાક મંસૂબાનો પર્દાફાશ કરી દીધો છે. આ પ્રક્રિયામાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સમજૂતી કરવામાં આવી છે. કારણ કે આ માદક પદાર્થની ખેપ અફઘાનિસ્તાનના તાલિબાન સાથે જોડાયેલી છે. તેમણે માંગણી કરતા કહ્યું હતું કે, આ મુદ્દે સુપ્રીમ કોર્ટના હાલતા જજના નેતૃત્વમાં એક આયોગ દ્વારા તપાસ થવી જોઈએ.
સુરજેવાલાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ન્યાયધીશોનું એક આયોગ રચીને આ મામલાની તપાસ થવી જોઈએ. તેમણે દાવો પણ કર્યો કે પહેલા પણ આ બંદરગાહ દ્વારા મોટા-મોટા પ્રમાણમાં ડ્રગ્સની તસ્કરી કરવામાં આવી છે.
બીજી તરફ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે કોંગ્રેસ નેતા સુરજેવાલાના આરોપો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે સુરજેવાલાને એવું કેમ લાગે છે અને તે દેશ વિશે હંમેશા ખરાબ કેમ વિચારે છે? વિજે કહ્યું કે આ દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દરરોજ પ્રગતિ કરી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર