Home /News /national-international /

Uttarakhand Election 2022 : હિંમતા બિસ્વા સરમાનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- તેમણે જનરલ બિપિન રાવતનું અપમાન કર્યું, પણ મેં સવાલ કર્યો તો ગુસ્સે થયા

Uttarakhand Election 2022 : હિંમતા બિસ્વા સરમાનો કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- તેમણે જનરલ બિપિન રાવતનું અપમાન કર્યું, પણ મેં સવાલ કર્યો તો ગુસ્સે થયા

અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરીને કોંગ્રેસને (Congress) ઘેર્યું

Himanta Biswa Sarma tweet - અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે શરૂથી જ જનરલ બિપિન રાવતની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને અપમાનિત કરવાની કોઇ કસર છોડી ન હતી

    નવી દિલ્હી : ઉત્તરાખંડની ચૂંટણીમાં (Uttarakhand Election 2022) દિવંગત સીડીએસ જનરલ બિપિન રાવતને (CDS General Bipin Rawat) લઇને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જુબાની જંગ ચાલી રહ્યો છે. અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ (CM Himanta Biswa Sarma)આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે શરૂથી જ જનરલ બિપિન રાવતની યોગ્યતા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમને અપમાનિત કરવાની કોઇ કસર છોડી ન હતી. સરમાએ ટ્વિટ કરીને કોંગ્રેસને (Congress) ઘેર્યું હતું.

    હિમંતા બિસ્વા સરમાએ ટ્વિટ કરતા કહ્યું કે કોંગ્રેસે જનરલ બિપિન રાવતને ગાળો આપવા અને તેમના પર આરોપ લગાવવામાં કોઇ કસર છોડી નથી. જે દિવસથી તે સેના પ્રમુખ બન્યા કોંગ્રેસે તેમની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે જ્યારે હું તેમને આપણા બહાદુર સૈનિકોના અપમાન કરવા માટે સવાલ કરું છું તો તે ગુસ્સે થઇ જાય છે. આ નવું ભારત છે જેથી હવે આવું વલણ સહન કરવામાં આવશે નહીં.

    આ પણ વાંચો - Punjab Election 2022: અમિત શાહનો ચન્ની પર પ્રહાર, કહ્યું- પંજાબને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ

    આપણા મહાન સૈનિકો સાથે ઉભા રહેવું ખોટું છે?- હિમંતા બિસ્વા સરમા

    તેમણે કહ્યું કે આપણા મહાન સૈનિકો સાથે ઉભા રહેવું ખોટું છે? તમે તેની દેશભક્તિ પર સવાલ ના ઉઠાવો. તેમણે દેશ માટે જે કર્યું છે તેની સાબિતી ના માંગો. ભારત ફક્ત રાજ્યોનું સંઘ નથી. ભારત ફક્ત માતૃભૂમિ નથી અમારી મા છે. જેથી જવાનોને સવાલ કરવો અમારી મા નું અપમાન છે.

    આ પહેલા ઉત્તરાખંડમાં એક ચૂંટણી રેલી દરમિયાન અસમના મુખ્યમંત્રી સર્જિકલ સ્ટ્રાઇકને લઇને સાબિતી માંગવાના મુદ્દા પર રાહુલ ગાંધી પર વિવાદિત નિવેદન કરતા કહ્યું હતું કે શું ક્યારેય બીજેપીએ તેમને પોતાના પિંતાની સંતાન હોવાની સાબિતી માંગી છે. હિમંતા બિસ્વાના આ નિવેદન પછી કોંગ્રેસ સહિત બધા વિપક્ષે બીજેપી અને પીએમ મોદી પર પ્રહાર કર્યો હતો.

    તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે કહ્યું - શું હિમંતા બિસ્વા સરમાની ભાષા બીજેપીની સંસ્કૃતિ છે?

    તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે પીએમ મોદી અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાને સવાલ કરતા પૂછ્યું કે શું હિમંતા બિસ્વા સરમાની ભાષા બીજેપીની સંસ્કૃતિ છે? બીજેપીએ તેમને અસમના મુખ્યમંત્રી પદેથી તાત્કાલિક હટાવી દેવા જોઈએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly Election 2022, CM Himanta Biswa Sarma, Election 2022

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन