Home /News /national-international /સોનિયા ગાંધીએ આપ્યા રાજકારણમાંથી સંન્યાસના સંકેત, કોંગ્રેસ અધિવેશનની બેઠકમાં કહી આ મોટી વાત

સોનિયા ગાંધીએ આપ્યા રાજકારણમાંથી સંન્યાસના સંકેત, કોંગ્રેસ અધિવેશનની બેઠકમાં કહી આ મોટી વાત

sonia gandhi (file photo)

સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં અમે એક સારી સરકાર આપી હતી. તો વળી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે દેશ અને કોંગ્રેસ માટે પડકાર ભર્યો સમય છે.

રાયપુર: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાયપુરના કોંગ્રેસ અધિવેશનમાં ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે, સરકાર સંવૈધાનિક મૂલ્યોને કચડી રહી છે અને સંવૈધાનિક સંસ્થાઓ પર આરએસએસ-ભાજપનો કબ્જો છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેણે જનતાને કોંગ્રેસ સાથેના જોડાણને જીવંત કર્યું છે.

આ પણ વાંચો: દારુ પીવાની મળશે છુટ, સંવિધાનમાં કરશે ફેરફાર: કોંગ્રેસ પાર્ટી કરી રહી છે વિચાર

સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસે લોકતંત્રને મજબૂત કર્યું છે. પ્રધાનમંત્રી મનમોહન સિંહના નેતૃત્વમાં અમે એક સારી સરકાર આપી હતી. તો વળી ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે દેશ અને કોંગ્રેસ માટે પડકાર ભર્યો સમય છે. દલિતો, અલ્પસંખ્યકો, મહિલાઓની સાથે અત્યાચાર થઈ રહ્યો છે અને સરકાર અમુક ઉદ્યોગપતિઓનો સાથ આપી રહી છે.

સોનિયા ગાંધીએ આપ્યા રાજકીય ઈનિંગ્સના અંતના સંકેત


સોનિયા ગાંધીએ પોતાના રાજકીય ઈનિંગ્સના અંતના સંકેત આપતા કહ્યું કે, ભારત જોડો યાત્રાની સાથે તેમની રાજકીય ઈનિંગ્સ ખતમ થઈ શકે છે. યૂપીએ અધ્યક્ષાએ કહ્યું કે, 2004 અને 2009માં અમારી જીત સાથે સાથે ડો. મનમોહન સિંહના કુશળ નેતૃત્વમાં મને વ્યક્તિગત સંતુષ્ટિ આપી, પણ મને સૌથી વધારે ખુશી એ વાતની છે કે, મારી ઈનિંગ્સ ભારત જોડો યાત્રા સાથે ખતમ થઈ. જે કોંગ્રેસ માટે એક મહત્વનો વણાંક સાબિત થયો.

દેશ હિતો માટેની લડાઈ લડશે કોંગ્રેસ


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યુ કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા સફળ થઈ છે. રાહુલ ગાંધીએ મુશ્કેલ યાત્રાને સફળ કરી છે. તેનાથી જનતાનું કોંગ્રેસ સાથે જોડાણ જીવંત થયું છે. કોંગ્રેસે ગાંઠ બાંધી લીધી છે કે દેશ બચાવવા માટે લડાઈ લડશે. કોંગ્રેસ દેશહિતની લડાઈ લડશે. મજબૂત કાર્યકર્તા જ કોંગ્રેસની તાકાત છે. આપણે અનુશાસન સાથે કામ કરવાની જરુર છે. જનતા સુધી આપણે આપણો સંદેશો પહોંચાડવાનો છે. વ્યક્તિગત હિતોને કોરાણે રાખીને ત્યાગ કરવાની જરુર છે. પાર્ટીની જીત જ દેશની જીત છે અને મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં આપણે સફળ થઈશું.
First published:

Tags: Congress Leader, Sonia Gandhi

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો