કોંગ્રેસે જાહેર કરી ક્લિપ, પારિકર બોલ્યા હતા- મારા બેડરૂમમાં છે રાફેલની ફાઈલો

News18 Gujarati
Updated: January 2, 2019, 1:14 PM IST
કોંગ્રેસે જાહેર કરી ક્લિપ, પારિકર બોલ્યા હતા- મારા બેડરૂમમાં છે રાફેલની ફાઈલો
મનોહર પારિકર (ફાઇલ ફોટો)

ઓડિયોમાં કથિત રીતે ગોવાના મંત્રી રાણે કહ્યું છે કે રાફેલની જાણકારી પારિકરના બેડરૂમમાં બંધ છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: રાફેલ ડીલને લઈને ફરી એક વાર કોંગ્રેસે મોદી સરકાર અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પારિકરને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, ગંભીર રીતે અસ્વસ્થ ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષા મંત્રી મનોહર પારિકરનું એવું કહેવું છે કે તેમનું કોઈ બગાડી નહીં શકે, કારણ કે રાફેલની તમામ ફાઇલો તેમની પાસે છે. તેમના બેડરૂમમાં, તેમના ફ્લેટમાં છે. આજે આ વાતની પુષ્ટિ કરે છે કે રાફેલમાં આ રીતે ગડબડી થઈ છે અને ચોકીદાર જ તેના માટે જવાબદાર છે. બીજી બાજુ, રાફેલના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર પિટિશન પણ દાખલ કરવામાં આવી છે.

પારિકરના બેડરૂમમાં રાફેલના રહસ્ય કેદ છે!
સૂરજેવાલાએ પૂછ્યું કે, મનોહર પારિકરના બેડરૂમમાં રાફેલ ડીલથી જોડાયેલું કયું રહસ્ય બંધ છે. પારિકરના રૂમમાં કયા રહસ્ય દફન છે. કોંગ્રેસે એક ઓડિયો ક્લિપ પણ જાહેર કરી છે. જેમાં ગોવાના મંત્રી વિશ્વજીત રાણેનો અવાજ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં કથિત રીતે રાણે કહ્યું છે કે રાફેલની જાણકારી પારિકરના બેડરૂમમાં બંધ છે. બપોરે બે વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ પ્રેસ કોન્ફરન્સ કરશે.

  આ પહેલા સોમવારે સુરજેવાલાએ કહ્યું હતું કે, શું ખરાબ તબિયત હોવા છતાંય પારિકરજીને ન હટાવવા પાછળનું કારણ આ જ છે? જો આ સાચી વાત છે તો મામલો ખૂબ ગંભીર છે.

 રાફેલના ચુકાદા પર પુન:વિચાર પિટિશન દાખલ
આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી યશંવત સિન્હા, અરુણ શૌરી તથા પ્રશાંત ભૂષણે રાફેલ મામલે આપવામાં આવેલા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં પુન:વિચાર પિટિશન દાખલ કરી છે. પિટિશનમાં 14 ડિસેમ્બરે રાફેલના ચુકાદાને પરત લેવા અને પિટિશન પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરવાની માંગ કરવામાં આવી છે.

 રાફેલ મામલાના મૂળ સુધી જવાની જરૂર- પિટિશન
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે ચુકાદામાં અનેક ત્રુટિઓ છે. આ ચુકાદો સરકાર દ્વારા કોર્ટને એક સીલબંધ કવરમાં આપવામાં આવેલી એક સહી વગરની નોટમાં કરવામાં આવેલા ખોટા દાવાઓ પર આધારિત છે, જે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. સાથોસાથ પિટિશનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મામલામાં ચુકાદો સુરક્ષિત રાખ્‍યા બાદ અનેક નવા તથ્ય પ્રકાશમાં આવ્યા છે, જેના આધારે મામલાના મૂળ સુધી જવાની જરૂર છે.
First published: January 2, 2019, 12:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading